SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ STD . . ; | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ .. . અવનીપતિ કહે એમ, જે તુમ માગો મુખે કરીજી; તન-ધન-જીવ ને રાજ્ય, કહે તે આપું સુંદરીજી. ૪ પંચ દિવસ પ્રમાણ” રાજ્ય કહે રાણી મુદાજી; ઈમ નિસુણી અવનીશ, રાણીને રાજ્ય દીચે તદાજી. ૫ પામી મહાપસાય, પાય લાગી પ્રેમદા અવેજી; કરે ચિંતવ્યા કામ, હરખે રાજય કરે હવે જી. ૬ જો જો શોક્યનો ખાર, અનરથથી નવિ ઓસરીજી; શોક્ય સમું નહિ સાલ, શૂળી ને શોક્ય બે બરોબરીજી. ૭ જયસુંદરીનો જાત, પાછલી રાતે અણાવીયોજી; રુદન કરે તસ માત, વૈરે કરી વિછોહો દિયોજી. ૮ મહિપતિ ચિંતે મન્ન, વર આપીને વરાંસિયોજી; પડ્યો બોલ ને બંધ, પહેલાં મેં ન વિમાસીયોજી. ૯ કપટ ન જાણ્યું એહ, હે દેવ કિગ્ધ કર્યુંજી; ફોક ન થાયે વેણ, આપ મુખે જે ઉચ્ચ જી. ૧૦ નવરાવી હવે બાલ, અક્ષત ફૂલે અરચીને જી; પડલીમાં ધર્યો તેહ, ચંદનશું તનુ ચરચીને જી. ૧૧ લેઈ પરિકર સાથ, દાસીને સીસ ચડાવીને જી; આવ્યા દેવી ઉધાન, વાજિંત્ર બહુ વજડાવીને જી. ૧૨ જોવા મલ્યા બહુ જન્ન, ગીતો ગાયે તિહાં ગોરડીજી; દેવીને દરબાર ચતુરા નામે ચકોરડીજી. ૧૩ તિણે અવસર તિહાં જાય, ગગનપંથે વિધાધરુજી; કંચનપુરનો નાથ, સૂર નામે રાજેસરુજી. ૧૪ તેણે દીઠો તે બાલ, દિનચરની ખેરે દીપહોજી; અંબર કરતો ઉધોત, વિધુત જ્યોતને જીપતોજી. ૧૫ સૂરે ગ્રહો તે બાલ, અન્ય શિશુ મૃત તિહાં ધરીજી; કોએ ન જાણ્યો તે તંત, વિધા તણે બળે કરીજી. ૧૬
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy