________________
S SS S
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SS S S ઢાળ તેત્રીસમી
દોહા || રતિસુંદરી મનરંગશું, સુત હેતે એક દિm; કુલદેવીને ઈમ કહે, માત સુણો વચગ્ન. ૧ મુજ સુત હોશે તો સહી, તુમને ભોગ પ્રધાન; જયસુંદરીના પુત્રનું, હું આપીશ બલિદાન. ૨ ગર્ભધરે દોય ગોરડી, ભવિતવ્યતાને ભોગ; સુત આવ્યા બેહુ શોક્યને, શુભ મુહરત શુભ યોગ. ૩ જયદત્તને રતિદત્ત બે, અનુક્રમે વાધે બાલ;
રતિસુંદરી ચિત્ત ચિંતવે, તિણે અવસર તે કાલ. ૪ ભાવાર્થ : રતિસુંદરી મનરંગે કુલદેવીને પુત્ર માટે એક દિવસ કહી રહી છે કે, તે ની માતા ! મારી વાત સાંભળો ! (૧) | જો મને પુત્ર થશે તો હું તમને શ્રેષ્ઠ એવો ભોગ ધરાવીશ ! કોનો ભોગ ? તો કહે છે. Eી જયસુંદરીના પુત્રનું હું તમને બલિદાન આપીશ. (૨) | અનુક્રમે કોઈ એક વખત બંને રાણીઓ ગર્ભવતી થઈ અને ભવિતવ્યતાને યોગે બંને શોક્યને શુભમુહૂર્ત અને શુભયોગે “પુત્રરત્ન'ની પ્રાપ્તિ થઈ. (૩)
રાજાએ તે બંનેના મહોત્સવ કરી જયદત્ત અને રતિદત્ત નામ સ્થાપન કર્યા. અનુક્રમે છે ચંદ્રની કલાની જેમ બંને બાળકો વધવા લાગ્યાં. તે સમયે રતિસુંદરી ચિત્તને વિષે ચિંતવન કરવા લાગી. (૪)
(હવે શ્રીપાલકુમાર - એ દેશી) ગોત્ર દેવીને પ્રભાવે, ઉત્તમ પુત્ર એ મેં લાહોજી; શોક્યના સુતનો ભોગ, કિમ કરી આપું જે કહોજી. ૧ વાર એહ ઉપાય, દેવીને બલિ દેવા તણોજી; વર લેઈ નૃપ પાસ, રાજય કરું તેણે આપણોજી. ૨ ઈમ ચિંતી સા બાલ, નૃપને કહે અવસર લહીજી; વાર આપોજી તેહ, થાપણ જે મેલ્યો સહીજી. ૩