________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
તે પહોંત્યો તસ ઠામ, સૂતી દેખી નિજ સુંદરીજી; જંઘ ઉપર ઠવી બાલ, કહે ઉઠ વેગે કૃશોદરીજી. ૧૭ શું હાંસી કરો સ્વામી, દૈવ નથી મુને પાધરોજી; કહો કેમ પ્રસર્વે, વાંઝ બિરૂદ જેણે ધર્યોજી. ૧૮ સુણ રમણી કહે રાય, વચન ન માને જો અમ તણોજી; જોને ઉઘાડી આંખ, પુત્ર રતન સોહામણોજી. ૧૯ નયણે નીરખી દાર, પરમારથ પ્રીછી ભણેજી; દૈવે ન દીધો જાત, તો સહી એ પુત્ર અમ તણેજી. ૨૦ પ્રેમે પાલે તેહ, અંગજની દેઈ ઉપમાજી; અનુક્રમે વાઘે સોય, બીજ તણો જિમ ચંદ્રમાજી. ૨૧ રતિ રાણીએ મૃત બાલ, ભગવતીને શિર નામીનેજી; માની લેજો એ ભોગ, દેવીને ભાંખે તિહાં કર્નેજી. ૨૨ રંગમંડપને બાર, અફાલ્યો ઉલટ ભરેજી; બલિ આપી મનરંગ, રાણી ગઈ નિજ મંદિરેજી. ૨૩ જયસુંદરી તિહાં જોર, વિલાપ કરે તિણે સમેજી; પામી પુત્ર વિયોગ, દુઃખે દહાડા નિગમેજી. ૨૪ એહ તેત્રીસમી ઢાળ, ઉદયરતન કવિ ઈમ કહેજી; જો જો કર્મના ભોગ, સુખ દુઃખ કર્મે સહુ લહેજી. ૨૫ ભાવાર્થ : ગોત્રદેવીના પ્રભાવથી મેં ઉત્તમ ‘પુત્રરત્ન' ને પ્રાપ્ત કર્યું છે. હવે શોક્યના પુત્રનો ભોગ હું કેવી રીતે આપું ? જે મેં કુલદેવીને કહ્યું હતું ! તો હવે શું કરું ? (૧)
એ પ્રમાણે વિચારતા રતિસુંદરીને યાદ આવ્યું કે, હા આ ઉપાય ઉત્તમ છે. મને યાદ આવ્યું તે ઉપાય દ્વારા હું દેવીને બલિદાન પણ આપી શકું. હું મારી થાપણ-વરદાન રાજા પાસેથી લઈ લઉં અને હું પોતે રાજ્ય ચલાવું. (૨)
એ પ્રમાણે વિચારીને તે રતિસુંદરી અવસર પ્રાપ્ત કરીને રાજાને કહેવા લાગી કે, હે રાજન્ ! જે વરદાન મેં તમારી પાસે થાપણ રૂપે મૂક્યું હતું તે વરદાન લેવા આવી છું, તો તે વરદાન આજ તમે મને આપો. (૩)
૧૯૦