SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ STAX શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | Site એ ન્યાયે રાજકુંવરીએ સિંહધ્વજ રાજાના કંઠને વિષે આનંદપૂર્વક વરમાલા આરોપણ કરી અને તે સૂચવે છે કે આ ભવમાં તે એક જ મારો ભરતાર છે. એ પ્રમાણે મેં મનથી નિશ્ચય કર્યો છે. (૧૪) અને મન - વચ - કાયાથી તમને વરી ચૂકી છે. આ વાત જાણીને જિતશત્રુરાજા વગેરે | હર્ષિત મનવાળા થયા અને લગ્ન સમયે આડંબરપૂર્વક ઉત્સાહથી તે બાળાનું પાણિગ્રહણ - કરાવ્યું. (૧૫) હસ્તમેળાપ સમયે હર્ષિત થઈને રાજાએ ઘણું કન્યાદાન તે વખતે આપ્યું અને વરવહૂની શુભ જોડીને સર્વે નગરજનો વખાણ કરતા થાકતા નથી. (૧૬) ત્યારબાદ ગામો ગામના રાજવી તે નગરીને વિષે પાંચ રાત રહીને નિશાનાંકો વાજતે | છતે દશે દિશાઓ ગજાવી રહ્યા છે. (૧૭) અને પોત પોતાની ઋદ્ધિ લઈ સર્વે રાજાઓ પોતાના દેશે પહોંચ્યા. (૧૮) ત્યારબાદ સિંહધ્વજ રાજાએ પણ પોતાને યોગ્ય શીખ અને નવવધૂ કન્યાને સાથે લઈ નિશાન ડંકો વગડાવી પોતાના દેશ તરફ જવા માટેનું પ્રયાણ કર્યું. (૧૯) તે સમયે જિતશત્રુરાજા પણ પોતાના દીકરી જમાઈને વળાવી પાછા ફર્યા અને સિંહધ્વજ 5. રાજા માંગલિક વાજિંત્રોના નાદ સાથે વાજતે ગાજતે પોતાના નગર તરફ ચાલવા લાગ્યા. (૨૦) : અનુક્રમે ચાલતાં શિવપુરનગર સમીપ આવી પહોંચ્યા અને શુભમુહૂર્ત પોતાની નગરીમાં | પ્રવેશ કર્યો ત્યારે સર્વે નગરજનો હર્ષિત થયા. (૨૧) - શિવપુર નગરમાં જયજયકાર વર્તાઈ રહ્યો. સહુના મનની ઈચ્છાઓ પૂર્ણ થઈ. માંગલિક વાજા વાગવા લાગ્યાં અને ઘરઘર ગુડીઓ ઉછળવા લાગી. (૨૨) જયજયારવ થવા લાગ્યો. રાજા પણ નગર પ્રવેશ યાત્રા પૂર્ણ થયા બાદ સભાનું વિસર્જન કરી મદનાવલીની સાથે પોતાના મંદિર એટલે મહેલે પધાર્યા અને હવે સિંહધ્વજ Sિ રાજા મદનાવલીની સંગે પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખ ઉલટપૂર્વક ભોગવવા લાગ્યો. (૨૩) એ પ્રમાણે અગ્યારમી ઢાળ મલ્હાર રાગમાં કવિ ઉદયરત્નજી મહારાજે કહી તે હે કરી શ્રોતાજનો ! તમે તેને કર્ણકચોલે પીવો (સાંભળો), (૨૪)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy