________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ચોકીદાર ચિત્તમાં તદા રે, પામ્યાં પરમ ઉલ્લાસ; સુવાસના સંયોગથી રે, આવ્યા રાણી પાસ. પૂજા૦ ૨૧ રૂપ રંગને વાસના રે, દેખી દેહનો વાન; વધાવો આવ્યો વહી રે, જિહાં બેઠો રાજાન, પૂજા૦ ૨૨ હિયે હરખ માયે નહિ રે, જલ ભરિયાં લોચશ; રોગ ગયો રાણી તણો રે, સાંભળીને રાજા. પૂજા૦ ૨૩ વચન સુણી વધાઉંના રે, ભાવેશ ભૂનાથ; વારું તેહને વધામણી રે, આપી અનંતી આથ. પૂજા૦ ૨૪ સાથે સેના લેઈને રે, ઉલટ આણી રાય; મંગલ તૂર વજાવીને રે, યુવતી તેડણ જાય. પૂજા૦ ૨૫ અનુક્રમે આવ્યો વહી રે, વન આવાસ નજીક; માંહોમાંહી મન ઉલ્લસ્યાં રે, સમય દેખી સુશ્રીક. પૂજા૦ ૨૬ ભૂપતિ દીઠી ભામિની રે, નારીયે દીઠો નાહ; વિયોગ ટાળ્યો વેગળો રે, દૂર ગયો દુઃખ દાહ. પૂજા૦ ૨૭ ભૂંગળ ભેરી વાજતે રે, ગાતે મંગલ ગીત; નગર ભણી ચાલ્યાં વહી રે, ગજે બેસી શુભ રીત. પૂજા૦ ૨૮ અનુક્રમે આવ્યા મંદિરે રે, ઉત્સવ થયાં અપાર; ઘર ઘર ગૂડી ઉછળે રે, હરખ્યાં સહુ નરનાર, પૂજા૦ ૨૯ આવી એહવે વધામણી રે, મનોરમ નામે ઉધાન; અમરતેજ અણગારને રે, ઉપનું કેવલજ્ઞાન, પૂજા૦ ૩૦ વેગે આવી વધામણી રે, તરુણીને જણાવે તેહ; રાણી કહે સુણો રાયજી રે, ઉત્સવ મોટો એહ. પૂજા૦ ૩૧ પ્રેમે ચાલ્યાં વાંદવા રે, રાયરાણી ઉજમાળ; ઉદયરત્ન કહે સાંભળો રે, એહ ચૌદમી ઢાળ, પૂજા૦ ૩૨
ભાવાર્થ : પોપટ વિચાર કરીને પોતાની વનિતાને તે વાત કહે છે કે મદનાવલી જે કારણથી એકલી છે તેનો સંબંધ તું સાંભળ ! કે કર્મવશ તેને વનવાસ સેવવો પડ્યો છે. (૧)
८०