________________
િ.. . . . શ્રી અપ્રકારી પૂજાનો રાસ SS SSA
દુર્ગધતાના દોષથી રે, દુરગંધી થઈ દેહ; સ્વજનાદિકે સહુ મળી રે, વનમાં વાસી એહ. કરમ૦ ૯ શૂક પ્રતિ સૂડી ભણે રે, રાણીનો એ રોગ; ઔષધ મંત્ર ઉપાયથી રે, કહો કિમ જાશે સંજોગ. કરમ૦ ૧૦ સુણ સુંદરી શુભ ગંધશું રે, જિન પૂજે ગણકાલ; રોગ જાય દિન સાતમે રે, ફળે મનોરથ માલ. કરમ૦ ૧૧ વાત સુણી મદનાવલી રે, પૂરવ ભવ વિરતંત; જાતિસ્મરણ પામી તદા રે, સમજી સર્વ ઉદંત
કરમગતિ જિતી કેણે ન જાય. કરમ૦ ૧૨ નિજ આતમ નિંદે તદા રે, નિંદે દુગંછા દોષ; પૂરવ પાપ નિંદે વળી રે, મનશું કરતી સોસ. કરમ૦ ૧૩ પંખીને જ એ પછી રે, મદનાવલી ગોખમાંહિ; તુરત અલોપ થયાં તદા રે, તેહ ન દીસે ત્યાંહિ. કરમ૦ ૧૪ વિસ્મિત ચિંતે સુંદરી રે, શુકશું જાણે એ હ; આદિ અંત લગે માહરું રે, ચરિત પૂરવનું તેહ. કરમ૦ ૧૫ કેવલીને એ કીરનો રે, પૂછીશ સર્વ સંબંધ; એ ઉપગાર એણે કર્યો રે, જેણે જાયે દુરગંધ. કરમ૦ ૧૬ પડિહાર પાસે તદા રે, પૂજાનો ઉપચાર; મંગાવી મન મોહશું રે, જિન પૂજે ત્રણવાર. કરમ૦ ૧૦ સામગ્રી શુભ ગંધની રે, જિનનો પામી જોગ; પ્રેમે પ્રભુને પૂજતાં રે, નાઠો તનુથી રોગ
પૂજાથી થયો તેહને સુખ સાજ. ૧૮ સવીર્ય મંત્રના ચોગથી રે, ભૂતાદિકનો નાશ; થાયે તિમ તસ તનુ થકી રે, દૂર ગયો દુરવાસ. પૂજા ૧૯ સુયશશું શુભ વાસના રે, ચિહું દિશિ ચાલી દોડી; મલયાચલના વનમાં રે, જેમ શ્રીખંડનો છોડ. પૂજા. ૨૦