________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
એવામાં એક વખતની વાત છે. કોઈ દિવસ - રાત્રી પૂર્ણ થઈ ત્યારે તે સમયે શુક-યુગલ તે સ્થાને આવ્યું. (૪)
અને તે શુક-યુગલ ગોખમાં બેસે છે અને પરસ્પર ગેલ કરી રહ્યું છે. ગેલ કરતાં બંને મનમાં આનંદ પામે છે અને આનંદપૂર્વક પોપટ પોતાની દયિતા પ્રત્યે મનમાં હર્ષ ધરીને વાત કરે છે. (૫)
ત્યારે સૂડી પોતાના સ્વામીને પૂછે છે કે હે સ્વામીન્ ! આ કાનનમાં આ અબળા એકલી કેમ રહે છે ? વળી તેનું શરીર દુર્ગંધી કેમ થયું છે ? (૬)
આ પ્રમાણેના શબ્દો સાંભળી મદનાવલી ૫૨મ ઉલ્લાસને પામી અને જે પંખી તે વાતનો ઉત્તર આપે છે તે સંબંધ મદનાવલી કાન સરવા કરીને સાંભળી રહી છે. (૭) (ઈડર આંબા આંબલી રે એ દેશી)
વળતું કીર વિચારીને રે, વનિતાને કહે વાત; જિણ કારણ એ એકલી રે, સુણતું તે અવદાત કરમવશ થયો રે એહને વનવાસ. ૧
પ્રિયા સુણ ત્રીજે ભવે રે, શુભમતિ ઈર્ણ નામ; યુવતી જયશૂર રાયની રે, એ હુંતિ અભિરામ. કરમ ૨ જાતિ વિધાધર જાલિમી રે, વૈતાઢયે હુંતો વાસ; તીરથ કરવા તે ગયા રે, અષ્ટાપદે ઉલ્લાસ. કરમ૦ 3 અરચી અરિહંત દેવને રે, પૂજી પ્રણમી પાય; અષ્ટાપદથી આવતાં રે, મુનિ દીઠાં વનમાંહ્ય, કરમ મલિન દેખી મુણિંદને રે, શુભમતિએ તેણે ઠાય; દુગંછા દુઃખદાયિની રે, કરી અજ્ઞાને ત્યાંય. કરમ દીક્ષા લેઈ તે દંપતિ રે, અનુક્રમે પાખી આય; દેવ દેવી પણે ઉપનાં રે, સૂરલોકે શુભ ઠાય, કરમ ૬ તે દેવી તિહાંથી ચવી રે, મદનાવલી ઈણે નામ; બેટી જિતશત્રુ રાયની રે, અનુક્રમે થઈ અભિરામ. કરમ૦ તે સિંહધ્વજ ભૂપને રે, પરણાવી ધરી નેહ; ઉદયે આવ્યું પાછલું રે, કરમ કર્યું હતું જેહ. કરમ
૭૮
*
૫
6
.