________________
S
1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ છે . ઢાળ ચૌદમી
| દોહા | રણમાંહી રાણી રહે, દેખે મહા દુઃખદંદ; જંગલી જીવના જૂથ તિમ, વાઘ સિંહના વૃંદ. ૧ ભૂત-પ્રેતનાં ભય ઘણાં, હિંગ તજે જિહાં ધીર; ભીષણ રૌદ્ર ભયંકરા, અટવી ઘણું ગંભીર. ૨ એકાકી તે અરણ્યમાં, રહેવું દિવસ ને રાત; કર્મ અહિયાસે આપણાં, મદનાવલી મન સાથ. ૩ ઈણ અવસર હવે એકદા, યામિની ગઈ એક જામ; શુક-ગુગલ એક તેણે સમે, આવ્યું તેણે ઠામ. ૪ ગોખે બેઠાં ગેલછ્યું, મનમાં પાખ્યા મોદ; પંખી તે દચિતા પ્રત્યે, વાત કરે વિનોદ. ૫ સૂડી પૂછે સ્વામીને, અબળા એકલી એહ; કાનનમાંહિ કિમ રહે, દુરગંધ થઈ કિમ દેહ. ૬ શબ્દ સુણી મદનાવલી, પામી પરમ ઉલ્લાસ;
સંબંધ તે શ્રવણે ધરે, જે પંખી કરે પ્રકાશ. ૭ ભાવાર્થ હવે મદનાવલી પોતે બાંધેલા કર્મને અનુસારે કર્મના વિપાકને અનુભવતી | રણમાં એકલી રહે છે અને મહાદુઃખ ભોગવે છે. તે અરણ્યમાં જંગલી જીવોનો પાર નથી. તેમ વાઘ અને સિંહના વૃંદો પણ ઘણાં છે. (૧)
વળી જ્યાં ભૂત અને પ્રેતના ઘણાં ભય છે કે જે અરણ્યમાં મહાશૂરવીર કહેવાતાં માનવની ની પણ ધીરજ ખૂટી જાય છે. તે પણ ભયભીત બની જાય છે.
તેવા અરણ્યમાં મદનાવલી એકલી રહી છે. વળી તે અટવી ભીષણ છે. રૌદ્ર છે. ભયંકર | Sી છે. વળી ઘણી ગહન અને ગંભીર છે. (૨)
આવી અટવીમાં એકાકી દિવસ અને રાત મદનાવલી મન સાથે કર્મના વિપાકને ભોગવી રહી છે અને કર્મને ભોગવતાં કંઈક કર્મનો હ્રાસ પણ કરી રહી છે. (૩).