SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જે સ્ત્રી અષ્ટપ્રકારી પ્રજાનો રાસ હે પ્રિયા ! સાંભળ ત્રીજા ભવમાં જયસૂરરાજાની શુભમતિ નામે એ રાણી હતી. તે . કરી વિદ્યાધર રાજા હતો અને તેનો વૈતાઢ્ય પર્વતને વિષે વાસ હતો. એક વખત રાજા અને રાણી રાજપરિવાર સાથે અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા. (૨, ૩) અષ્ટાપદ તીર્થે અરિહંત પરમાત્માની ભક્તિપૂર્વક દ્રવ્ય અને ભાવથી પૂજા કરી. દિ અષ્ટાપદથી પાછાં આવતાં વનમાં એક મુનિવરને જોયાં. (૪) તે મુનિવરનું મલિન ગાત્ર દેખી શુભમંતિએ અજ્ઞાનવશ દુ:ખદાયિની એવી દુર્ગછા કરી હતી. (૫) ત્યારબાદ કેટલોક સમય રાજયલીલા ભોગવી તે બંને દંપતીએ કેવલીના વચન સુણી ક ભવનિતારણી એવી દીક્ષા લીધી અને શુદ્ધ અને પાળી આયુષ્ય પૂર્ણ કરી સુરલોકે દેવ-દેવી આ પણે ઉત્પન્ન થયા. (૬) દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી દેવીનો જીવ તે જિતશત્રુરાજાની પુત્રી મદનાવલી નામે કરી થઈ. (૭) - યૌવનવય પામતાં રાજાએ તેને સિંહધ્વજરાજા સાથે મહોત્સવપૂર્વક પરણાવી. પંચઈન્દ્રિય- જન્ય વિષયસુખ ભોગવતાં તે મદનાવલીને પાછલાં ભવનું કર્મ ઉદયમાં આવ્યું. (૮). RT કર્મ ગમે તે ભવમાં બાંધ્યું હોય છે અને તે ગમે તે ભવમાં ઉદયમાં આવે છે. કર્મ કોઈને કરી છોડતું નથી. તે અનુસાર મદનાવલીને કર્મ ઉદયમાં આવ્યું. દુર્ગધના દોષથી તેણીનું શરીર Sા દુર્ગધી થયું અને સ્વજનાદિકે મળીને તેને વનમાં વાસ કરાવ્યો. (૯) ( આ પ્રમાણેનો સંબંધ સાંભળી સૂડી પોતાના સ્વામીને કહેવા લાગી કે હે સ્વામીનું ! ખિી હવે મદનાવલી રાણીનો રોગ કયા ઔષધથી જશે ? અગર કયા મંત્રથી જશે ? કે પૂર્વકર્મને . છે લીધે નહિ જાય તે તમે જાણતાં હોય તો જણાવો. (૧૦) એ પ્રમાણે સૂડીનું કહેવું સાંભળી શુક કહેવા લાગ્યો કે હે સુંદરી ! સાંભળ. જો આપણી આ વાત મદનાવલીએ સાંભળી હોય અને હવે હું કહું તે પ્રમાણે બરાબર સાંભળી શુભગંધ મને કે વડે જો ત્રણ કાલ અરિહંતદેવની પૂજા કરે તો સાતમા દિવસે તેણીનો રોગ નાશ પામશે છે અને સર્વ મનોરથની માલા તે વરશે. (૧૧) એ પ્રમાણેનો પૂર્વભવનો વૃત્તાંત સાંભળી મદનાવલીને જાતિસ્મરણજ્ઞાન થયું અને જે આ પ્રમાણે શુક-યુગલ વાત કરતું હતું તે પ્રમાણેનો પોતાનો પાછલો ભવ જાણી વિચાર કરવા લાગી કે ખરેખર કર્મની ગતિ કોઈનાથી જીતી શકાતી નથી. (૧૨)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy