SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ SPIPPPPPPPT અજ. લ, જજ જ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસES - ફસાઈ જાય છે અને કોઈ જીવ તે કમલ ભક્ષ કરવાની ઈચ્છાથી આવી કમલને ખાય છે. તો દરી તેમાં ભ્રમરને પણ મરવું પડે છે. આંખથી સારું જોવાના પાપે પતંગીયું પણ દિવાની જ્યોત | જોવામાં પાગલ બને છે અને દિવામાં ઝંપાપાત કરતા મૃત્યુને વરે છે. કાનથી સાંભળવાના | શોખે મૃગલા સંગીત સાંભળવામાં લીન બને છે અને શિકારી બાણ છોડે છે. મૃગલા - મરણને શરણ થાય છે. આમ એક એક ઈન્દ્રિયના વશમાં પડેલ જીવને જ્યારે પ્રાણ ગુમાવવા | પડે છે તો જે પાંચે ઈન્દ્રિયના પાશમાં પડે છે પાછુ વાળીને જોતો નથી તેની શું હાલત કી થાય? તેને નરક તિર્યંચાદિ દુર્ગતિમાં ભટકવું પડે છે અને સંસારકૂપમાં પડતાં ભવભ્રમણ દ વધે છે અને આ જીવ તેમાં મગ્ન બન્યો હોવાથી ઘટતું - અઘટતું નહિ પીછાણતા જીવ ધર્મને સી પામી શકતો નથી. (૭ - ૮) વળી કપાયરૂપી શત્રુના સંગમાં મસ્ત જીવ તેમાં મગ્ન બને છે. કષાયને છોડતો નથી. | વિષય વાસનાનો લોભી લાલચી જીવ નવા નવા રૂપને ધારણ કરે છે. (૯) ' આમ વિષય કષાયમાં ભાન ભૂલેલો જીવ વેવલો બને છે અને ધર્મ અધર્મને ઓળખતો આ નથી અને કઠોર કર્મને બાંધે છે. (૧૦) | આમ કર્મનો સંગી જીવ આવતાં કર્મનો સંવર નહિં કરતો જીવ અતિ ઉન્મત બને છે : રાગને વશ ભવનો ભોગી (ભવભ્રમણ વધારનારો) બનીને અસહ્ય દુઃખોથી રીબાય છે અને Bરે દુઃખને ભોગવે છે. (૧૧) પોતાનું અને પારકું શું? તે નહિ ઓળખતો અત્યંતર નીતિને નહિ જાણતો જીવ બાહ્ય - પુદ્ગલ પર ગાઢ પ્રીતિ રાખે છે. (૧૨) કરી આમ કર્મના જોરે નિત્ય નવા નાટક કરતો અજ્ઞાની જીવ સમજ્યા વગર શોર બકોર કી કરે છે. અને ચૌદરાજ લોક રૂપી ચોકમાં વારંવાર પ્રદક્ષિણા ફર્યા જ કરે છે. (૧૩) વળી કર્મના જોરે ચારગતિ રૂપ ચૌટામાં અવનવા રૂપને, અવનવા જન્મને અવનવા Eી અવતારને પામી જીવ પાર ન આવે તેવી અપાર આપદાને-આપત્તિને ભોગવે છે. (૧૪) ની હવે માનવ ભવ પામ્યા છો તો કોઈક એવો પુણ્યપનોતો સમય પ્રાપ્ત કરી સંવર નહિ ? ક કરતા એવા કર્મનો કર્તા જે આત્મા છે તેને વશ કરો. (૧૫) કેસરીસિંહને પણ વશ કરો. વાઘને પણ બાથમાં લો પૃથ્વીતલ પર આજ્ઞા આપણી | પ્રવર્તાવો અને ઈન્દ્રને પણ વશ કરો. (૧૬) વિષધરને પણ વશ કરો. વૈરી પણ આપણને વશ થાય પણ શત્રુરૂપ બનેલો આપણો આતમા કેમે કરીને વશ કરી શકાતો નથી. (૧૭)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy