SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ SATSANG શ્રી અપ્રકારી પૂજાનો રાસ વળી પરમાત્માની પૂજા કરવાથી જીવ પૂર્વના કર્મને પાછા ઠેલે છે. કર્મની અનંતી | રાશીને હણી નાંખે છે. વળી પરમ કલ્યાણ કમલાને પ્રાપ્ત કરે છે. પૂજાથી તે જગતમાં Eી પ્રશંસનીક થાય છે અને સૂરનર કિન્નર તેની આજ્ઞાને માને છે. (૧૧) વિવેચન : વળી પૂજાથી તાત્કાલિક શું ફલ પ્રાપ્ત થાય ? તે “જયવીયરાય સૂત્ર'માં જ્ઞાની પુરુષ ફરમાવે છે કે, ઉપસર્ગો ક્ષય થઈ જાય છે. વિઘની વેલડીયો છેદાય જાય છે. મન સદા પ્રસન્ન રહે છે. આમ જિનપૂજાથી કલ્યાણ કમલા પ્રાપ્ત કરે છે. વળી જિનવરબિંબને પૂજતાં વિના વિલંબે જીવ અવિચલ પદની પ્રાપ્તિ કરે છે. ઉપર પ્રમાણેનો ઉપદેશ સાંભળી વિનયંધરનું મન વિંધાયું (પીગળવા લાગ્યું) અને - અર્ચાનો અધિકાર જાણી ભગવંત પ્રત્યે ચિત્ત લાગી ગયું. (૧૨) હવે વિનયંધર ઉદાસ ચિત્તે વિચારવા લાગ્યો કે હું પરવશ છું. પરવાસી (બીજાને ત્યાં વસનારો) છું. એક દિવસ પણ પૂજા થઈ શકતી નથી અને ખરેખર ધર્મ વિનાના આ જન્મારાને ધિક્કાર થાઓ. (૧૩) વળી “મુનિવર' કહે છે. જે જિનવર બિંબની આગળ સુગંધી નિર્મલ ધૂપ હંમેશા ઉવેખે $ છે તે પુરુષ, તે જીવ ધન્યતાને પાત્ર બને છે. તેમજ વિના વિલંબે અવિચલ સુખનો ભોક્તા | બને છે. (૧૪) આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી વિનયંધર મુનિવરને વંદન કરી પોતાને મંદિર પહોંત્યો છે. તેટલામાં તે સમયે સાર્થવાહને કોઈ એક વ્યક્તિ સુગંધી ધૂપના પુડાની એક ભેટ આપવા આવ્યો અને ભેટ ધરીને પોતાનું કામ પતાવી તે પાછો વળ્યો. ત્યારબાદ પૂડો કને છોડતા ઘણી સુગંધી પરિમલ પ્રસરવા લાગી. (૧૫, ૧૬) સાર્થપતિએ ઉત્સાહથી તે સુગંધી દ્રવ્ય ધૂપ સભામાં સર્વને વહેંચી આપી. વિનયંધરને પણ ધૂપ મળ્યો તેથી તે લઈને અત્યંત હર્ષિત થયો. (૧૭) સભાના લોકો તે ધૂપ લઈને ‘ચંડીમા’ આદિ દેવ-દેવીના ચરણે જઈને ધૂપ ધરે છે. પરંતુ વિનયંધર વિવેક ધારણ કરીને મનચૂપે જિનમંદિરે પહોંચ્યો. (૧૮) - જિનમંદિરે આવી વિનયંધરે પોતાના હાથ-પગ ધોયા અને રંગથી મુખકોશ બાંધ્યો એ ની પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજે ઉમંગપૂર્વક ઓગણીશમી ઢાળ પ્રકાશી. (૧૯)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy