________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ વીસમી
|| દોહા ।।
વિવેક વિધિ વારુ પરે, અવલોકી જિન રૂપ; ધૂપે વિનયંધર તિહાં, ધૂપ કડછે ધૂપ. ૧ સૂરપણે સામો રહી, કરે પ્રતિજ્ઞા એમ; જિહાં લગે ધૂપ એ પરજલે, તિહાં લગે ડગવા નેમ. ૨ મરણાંતે મૂકું નહિ, નિશ્ચય ત્રિવિધે નીમ; પરિમલ પસર્યો પવનશું, ગગન ભૂમંડળ સીમ. ૩ તિણે અવસર અંબર પથે, યક્ષ સજોડે જાય; વિમાને બેસી વ્યોમાંતરે, તે આવ્યો તિણે ઠાય. ૪ યક્ષણી કહે તે યક્ષને, સ્વામી સુણો અરદાસ; યુવાન પુરુષ જોવા જિસ્સો, સુંદર રૂપ પ્રકાશ. ૫ જિન આગલ જુગતે કરી, ધૂપ કરે ગુણગેહ; ગંધ વિલુબ્ધિ ગોરડી, કંત પ્રત્યે કહે તેહ. ૬ ધૂપ પરિમલ જિહાં લગે, તિહાં લગે પડખો સ્વામ; વચન સુણી કામિની તણાં, વિમાન રાખ્યો તેણે ઠામ. ૭ ભાવાર્થ : હવે વિનયંધર જિનવરનું રૂપ અવલોકીને વિવેકપૂર્વક વિધિસહિત ધૂપકડામાં ધૂપ મૂકી પરમાત્માની આગળ ધૂપપૂજા કરી રહ્યો છે. (૧)
ધૂપપૂજા કરતાં તેણે પરમાત્માની સામે શૂરવીરપણે ઉભા રહી પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી આ ધૂપ જલતો રહેશે ત્યાં સુધી હું અહિંથી જઈશ નહિ. (૨)
વળી મરણાંતે પણ મન-વચન-કાયાના ત્રિવિધ યોગે મારે ધૂપપૂજા કરવી તેવો નિયમ છે. આ પ્રમાણે નિશ્ચય કરી રહ્યો છે. તેવામાં પવનથી સુગંધી ધૂપની પરિમલ ગગનમંડલ અને ભૂમંડલ સુધી પહોંચી. (૩)
તે અવસરે અંબર (ગગન) પંથે એક યક્ષ સજોડે વિમાનમાં બેસી વ્યોમાંતરથી તે જિનમંદિરે આવ્યો. (૪)
-
૧૧૩