SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ E T S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ કહેવાય છે એક તો સોનુ એટલે કનક અને બીજી કામિની એટલે સ્ત્રી. આ બંનેને # દિકી દેખીને માનવ પોતાની ટેકને ભૂલી જાય છે. ડાહ્યા કહેવાતા અનેક માણસોના દિલ પણ આ | કંચન અને કામિનીથી ચલાયમાન થતાં હોય છે. (૧૫) વિવેચનઃ એક તો ધનનો લોભ અને બીજી રૂપે રંભા સમાન નારી. આ બે ચીજથી માનવ ભાન ભૂલો બની જાય છે. જેને સાંસારિક જીવનમાં જ રસ લાગ્યો હોય છે તે પ્રાણી આ બેની પાછળ પાગલ બને છે. અને જ્યાં સુધી આ બે વસ્તુની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી પૃથ્વીપર ગાંડાની જેમ જ્યાંને ત્યાં ભટક્યા કરે છે. ધનનો લોભ માણસને ઘર - પત્નિ - 1 ની પુત્ર - ગામ બધું છોડાવે છે અને કામિનીનું સુખ જો મળતું હોય તો તે દિવસ કે રાત જોતો 6 નથી. કામાંધ બની જાય છે. જુવો, શ્રીપાલ રાજાના રાસમાં ધવલશેઠ કંચન અને કામિનીના લોભે અંધ બને છે | અને તેને મેળવવા રાત-દિવસ ઝર્યા કરે છે. શરીરની પણ પરવા કરતો નથી. અરે સુખે ખાતો-પીતો પણ નથી. પરંતુ પુણ્યહિન માનવને તે હસ્તગત થતું નથી. અંતે મરણને શરણ થવું પડે છે. જેમ શ્રીપાલને મારવા ધવલે ઘણાં પ્રયત્નો કર્યા. પરંતુ પુન્યશાલી . માનવનો કોઈ વાળ વાંકો કરી શકતો નથી. અંતે ધવલને પોતાના જ હાથે મોતને ભેટવું , પડ્યું. કંચન-કામિની તો એકબાજુ રહ્યા અને સાતમી નરકે ઉપડી જવું પડ્યું! મમ્મણ શેઠને સુપાત્રદાનના પ્રતાપે બીજા ભવમાં પૈસો ખૂબ મળ્યો પણ પાછળથી કરેલ પસ્તાવાના કારણે મળેલા ધનને ભોગવી પણ શક્યો નહિ અને સાતમી નરકે ધકેલાયો. કહેવાતા પંચમહાવ્રતધારી ૫૦૦ શિષ્યાઓના ગુરુણીજીને રત્નડાબલી અને સુવર્ણમહોરની મૂર્છાએ મૃત્યુ બાદ ગરોળીનો ભવ કરાવ્યો. આમ કંચન અને કામિનીના લોભે માનવ અવનવા ઉત્પાત સર્જે છે. ઉપકારીના મિ ઉપકારને પણ તે વખતે માનવ ભૂલી જતો હોય છે. જુવો ધનના લોભે પુત્રે પિતાને માર્યો. કેવી છે ધનની મૂર્છા ! કેવી છે કામિનીની કામના ! - આ ધન અને કામિનીની મૂચ્છથી જગમાં પ્રત્યેક જીવ ઘણી જ વેદના અને આપત્તિને ને દસ ભોગવે છે. (૧૬) | જુવો, સુંદરશેઠ પણ ધનની મૂર્છાને કારણે જ્યાં તે નિધાન રહેલું હતું ત્યાં જ ગોધો ડી (આખલો) થયો. જેને કોઈ આધાર નથી. (૧૭) દે એ પ્રમાણે અગણોસીતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી કહે છે કે, હે શ્રોતાજનો! કરી લોભથી મન વાળજો અને સંતોષને ધારણ કરજો.આમ ધર્મ કરવામાં પ્રયત્નશીલ બનજો! (૧૮) તિ ઈતિ ૬૯મી ઢાળ સમાપ્ત
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy