________________
D.
)))))): શ્રી અષ્ટપ્રકારી પૂજનો રાસ
REFERESTERESENTS:
ઢાળ સીત્તેરમી
|| દોહા-સોરઠી II સુત હવે ચિંતે સોય, પુણ્યહીન મેં પાપીયે; કામ જે ન કરે કોય, અકારજ મેં આચર્યું. ૧ હા ! મેં હણીયો તાત, ધીઠ થઈ ધન કારણે; વિણઠી સઘળી વાત, પદમા પણ પામ્યો નહિ. ૨ અરતિ કરે અપાર, વિલખો થઈ તે વળી વળી; હા? હા? સરજણહાર? એ શી બુદ્ધિ આવી મને. ૩ ફળ ઉપર કપિ ફાળ, દેતાં ભૂલ્યો જિમ દુખ ધરે;
તિમ સુરપ્રિય તેણે કાળ, શોચે ચિત્તમાંહી સહી. ૪ ભાવાર્થ ધનના લોભે સુરપ્રિયે પોતાના પિતાને ગળે ફાંસો દઈને માર્યો અને “સુંદરશેઠ મૃત્યુ પામી ‘ગોધા' પણે ઉત્પન્ન થયો. તે સમયે સુરપ્રિય હવે વિચારવા લાગ્યો કે અરેરે ! આ | મુખ્યહીન એવા મેં પાપીએ શું કર્યું? દુનિયામાં કોઈ ન કરે તેવું અકાર્ય મેં આચર્યું. (૧) :
હા હા ! ધનના લોભે ધીઠો બની ગયો, દુબુદ્ધિ જાગી અને મેં કહેવાતા એવા 3 ઉપકારી મારા તાતને માર્યા. બધી જ બાજી બગડી ગઈ અને પદ્મા લક્ષ્મી પણ મેળવી શક્યો ? નહિ. (૨)
એમ વિચારતો વિલખો થયેલો (ઝાંખો, ઉદાસ થયેલો) તે વારંવાર શોક કરવા લાગ્યો કે, છે અને દૈવને ઓલંભો દેતા કહેવા લાગ્યો કે, હે દેવ ! હે દેવ ! હે જગના સર્જનહાર ! આ શું થયું ? આવી કુબુદ્ધિ મને ક્યાંથી આવી. (૩).
જેમ ફળ મેળવવા પડેલા ફળ ઉપર વાંદરો ફાળ ભરે છે અને શિકારીના હાથમાં યા મદારીના હાથમાં ફસાઈ જાય છે. પાછળથી અત્યંત દુઃખ પામે છે. તેમ તે સમયે સુરપ્રિય પણ બાપ” ઉપર ઘાત કરીને હવે ચિત્તથી ચિંતા કરતો, શોકને ધારણ કરતો મહાદુઃખી થઈ જ રહ્યો છે. (૪)
(રાગ ધનાશ્રી મેવાડો શ્રી શ્રેયાંસ કૃપા કરો - એ દેશી), જોરો જો જો રે લોભનો, લોભે લક્ષણ જાય; અનારથ મોટા રે ઉપજે, તેહ થકી જગમાંચ. જોરો૧