________________
S
છે
TATEST શ્રી અશ્મકારી પૂજાનો રાસ RSSS SSS
ઢાળ છેતાલીસમી
| દોહા | મેઘપુરે મન મોજશું, દેવી આવી હોય; રંગે રાષભ નિણંદન, ભવન નીપાવે સોય. ૧ સુંદર ભૂમિ નિહાળીને, સ્ફટિક દલ શુભ રૂપ;
કંચન મણિમય શોભતું, મંદિર કર્યું અનૂપ. ૨ ભાવાર્થ હવે તે બંને દેવાંગનાઓ મનના અત્યંત આનંદ સાથે મેઘપુરનગરે આવી અને આનંદપૂર્વક ઋષભનિણંદનું મંદિર બનાવે છે. (૧)
સુંદર જગ્યા જોઈને અને સ્ફટિકનાં દળવાળું કંચન અને મણિમય શોભતું અનૂપમ જિનાલય દૈવીશક્તિથી બનાવ્યું. હવે તે મંદિરનું વર્ણન કરે છે. (રાગ સારંગ - રાતા જાસૂલ ફૂલડાં ને શામળ તોરો રંગ - એ દેશી)
નાભિનંદન નેહશું, પભાસણે બેઠાય, મૂરતિ સાથે મનડું મંડી, લળી લળી લાગે પાય; નમો નાથજી હોરાજ દેખી મોહી
આદિ તેહિ જિણંદ જયો નાથ. નમો- ૧ તેજપુંજે ઓપતા તિહાં, ઓલે ઓલે થંભ; થંભે થંભે પુતલી તે, કરતી નાટારંભ. નમો૨ દેવના વિમાન જેવો, ઐન જાણે રૂપ; રંગમંડપ માંહી રુડી, કોણી અનૂપ. નમો૦ ૩ શાતકુંભના કુંભ ઉપરે, રતનમય પ્રદીપ; ઈંદુ જાણે આપ આયો, શિખરને સમીપ. નમો. ૪ રયણમય જડિત વારુ, દિવ્યદવજ દંડ; દેવલ શૃંગે ધજા દીપે, લહરતી પ્રચંડ. નમો- ૫ કુસુમ સુરભી નીર વેગે, વરસાવે તેણીવાર; પ્રદક્ષિણા દેઈ પ્રેમે, વંદો વારંવાર. નમો. ૬