SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ IS NO શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ડમરો મરૂઆ મોગરોને, માલતી મચકુંદ; જાઈ ફુઈ ફૂલડાં શું, પૂજીને સિંદ. નમો. ૭. આદિદેવ આગે વાજે, વિધવિધ તૂર; રંગેશુ દેવાંગના તે, નાચે આનંદ પૂર. નમો. ૮ પપ ધની પપ વની, ધપ મપ ધ; મૃદંગ દેવ દુંદુભી તે, વાજે દોં દ. નમો. ૯ વિધિ કટ વિધિ કટ, ધ ધાઁ કાર; ચચ પટ ચચ પટ, તાના વિચાર. નમો ૧૦ થઈ થઈ તા થઈ, થિન ગિન ડાં ; શંખના તિહાં શબ્દ ઉઠે, ઑ ઓં . નમો ૧૧ ઝાંઝરીના રમઝમ, રમઝમ કાર; પાયે દામકે ઘુઘરી ને, ને ઉરના રણકાર. નમો ૧૨ વાદે વાજે વીંછુયાને, ઠમકે હવે પાય; ઉલટશું અમરાંગના, સંગીત રીતે ગાય. નમો ૧૩ નૃત્ય કરી દેવની શકતે, બત્રીસ તાલે બદ્ધ તાન માન ઝમકારે, નાચે સંગીત શુદ્ધ. નમો ૧૪ : હલકે હલકે પગલા માંડે, ઝલકે કાને ઝાલ; લલકે કંબળ્યું ફૂદડી દેતી, ચમકે ચાલે ચાલ. નમો- ૧૫ મુખડાંનો મટકો કરતાં, લટકે ઝીણો લંક; ભાવભેદ ભક્તિશું તે, ટાળે પાતક પંક. નમો- ૧૬ નાચી ખુંદી પાયે વંદી, બોલે બે કરોડ; જયો જયો જયો સ્વામી, ભવદુઃખ છોડ. નમો- ૧૦ બેંતાલીસમી એહ ભાખી, ઢાળ મનને રંગ; ઉદય કહે સુણજો આગે, ભવિયા મનારંગ. નમો. ૧૮ ભાવાર્થ દેવાંગનાઓએ મેઘપુરનગરમાં ઋષભદેવ ભગવાનનું દહેરાસર બનાવ્યું. હવે આ ઢાળમાં તેનું વર્ણન કરે છે અને તે દેવાંગના ત્યાં આવીને કેવી ભક્તિ કરે છે તે કહે છે.
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy