________________
E
D ITS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ..... પંચની સાખે જેહ આપમુખથી હો, વચન જે ઉચ્ચર્ય; અલિક ન થાયે તેહ, પહેલાં પોતે હો, અવિચાર્યું કર્યું. ૧૩ જાયે જો ધનને રાજ મૂલમાંહીથી હો, જીભ ઝાલી કટું; કોડી જે વિણસે કાજ, પ્રાણાન્ત પણ હો, વાચા ન પાલટું. ૧૪ સાપ છછુંદર જેમ પકડી પછી હો, પછતાવો કરે; ડોલાયે મન તેમ, ધરણીપતિ હો, સબલ ચિંતા ધરે. ૧૫ તિણ સમયે તે જક્ષ, કેઈક નરના હો, શરીરમાં સંક્રમી; ભૂપ પ્રત્યે પ્રત્યક્ષ, વિનયંધરની હો, વાત કહી નમી. ૧૬ પોતનપુર વર ઠામ, વજસિંહ હો, નામે નરવર; પટ્ટરાણી અભિરામ, કમલા નામે હો, રૂપે મનોહર. ૧૦ તસ ઉદરે અવતાર, ગણક વચને હો, વનમાં વાસિયો; ભારંડ ફૂપ અધિકાર, તેણે પુરુષે હો, સઘલો પ્રકાશીયો. ૧૮ અનુક્રમે આવ્યો આંહી, સારથવાહે હો, પુત્ર કરી પાલિચો; કર્મકર લોકમાંહિ, નામ કહી હો, સંશય ટાલિયો. ૧૯ મેટી મનની ભ્રાંતિ, તેહના તનથી હો, ચક્ષ દૂર ગયો; અવનીપતિ અત્યંત, વાત સુણીને હો, મન હરખિત થયો. ૨૦ રંગેશુ કહે રાય, બહેન અમારી હો, કમલા જે કહી; ભગિનીસુત સુખદાય, ભાગ્યે ભેટ્યો હો, ભ્રાંતિ ભાંગી સહી. ૨૧ અહો અહો કર્મ સંજોગ, કુણા કુણ કરણી હો, વિધાતા કેળવે; અહો અહો ભાવી જોગ, કુણા કુણ કિહાંથી હો, આણી મેળવે. ૨૨ ઉત્સવ કરી અપાર, વિનયંધરને હો, પુત્રી પરણાવીને; આપી અરથ ભંડાર, આવાસ આપે હો, દ્ધિ ભરાવીને. ૨૩ કર મૂકાવણ કાજ, હય ગય આદિ હો, છત્ર ધરાવીને; આપે અરધું રાજ, ધવલ મંગલ હો, ગીત ગવરાવીને. ૨૪ દેશ નગરને ગામ, રાજય સજાઈ હો, સાથે સજ્જ કરી; ચોરીમાંહી અભિરામ, વિનયંધરને હો, આપી દીકરી. ૨૫