SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ના રોજ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SGST (સમુદ્ર પેલે પાર, ચમર ઢલાવે હો રાણો કાચિબો - એ દેશી) દીધું જીવિતદાન એણે પુરુષે હો, અંગજા તુજ પ્રત્યે; પર ઉપગારી પ્રધાન ભૂમંડલમાં હો, એ ગુણ છતે. ૧ વાત સુણી તેણીવાર, ગુણની રાગી હો, હૈયે ધરે કન્યા; ઈણે ભવે એ ભરતાર મનશું એહવી હો, કીધી પ્રતિગના. ૨ તાત પ્રત્યે કહે એમ જેણે પુરુષે હો, જીવિત દીધું મને; પરણું તેમને પ્રેમે અવર નરનું હો, નીમ લીધું મને. ૩ કુમરીને વચને તાત મનશું હરખી હો, કહે દૂધે સાકર ભળી; આગળથી એ વાત અમે દિલમાં હો, ધારી છે એ વળી. ૪ કરવા ઓચ્છવ કાજ ગજ આદિ હો, સામગ્રી ગેલશું; મંગાવી મહારાજ ગજ આરોહિ હો, કન્યાવર બેલિશું. ૫ હય ગય રથ દલપૂર પાયક પોઢા હો, આગળ પરવર્યા; ઉલટ આણી ઉર પંચરંગી હો, આગે ને જો ધય. ૬ નિસાણના નિરદોષ, વિધવિધના હો, વાજિંત્ર વાજતે; દેખી સમય નિરદોષ, તૂરને નાદે હો, અંબર ગાજતે. ૭ કીધો નગરપ્રવેશ મંદિર આવી હો, મનના મોદશું; નગરીમાંહિ વિશેષ પરે પરે ઉત્સવ હો, મંડાવે વિનોદશું. ૮ મંત્રી જનને રાય વિનયંધરનો હો, વંશ પૂછે સદા; તે બોલ્યા તેણે હાય સારથપતિનો હો, સેવક છે મુદા. ૯ તેહને તેડી પાસે સુબંધુને હો, ભૂપ પૂછે પછે; વિનયંધર કુલવાસ ઉત્પત્તિ એહની હો, કહોને કિમ અછે. ૧૦ કૂપકંઠે વિરતંત પંથી વચને હો, જિમ વાયો હતો; માંડી કહ્યો એ સંત એહની આછી હો, વાત નથી લેહતો. ૧૧ વાહત નરનાહ સંબંધ જાણી હો, સંશયમાં પડ્યો; કિમ કરશું વિવાહ જેહનો જોતાં હો, કુલ પણ નહિ જડ્યો. ૧૨
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy