________________
ગિતતા : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ બાવીસમી
|| દોહા | ઉઠી આળસ મોડીને, હરખ્યા તવ સહુ કોય; સજ થઈ સા સુંદરી, નયણ નિહાળી જોય. ૧ જનક પ્રજા આંસુ જલે, કરતા વદન પખાલ; વનખંડે સ્મશાન વિધિ, અન્ય અવસ્થા કાલ. ૨ પેખીને કુમરી કહે, એ શું કારણ આજ; વિધિ સઘલી વિપરીત એ, સ્મશાનનો શ્યો સાજ. ૩ ધરણીપતિ ખોળે ધરી, વિષધર વિષને યોગ; કારણ કે માંડી કહે, જે જે થયો સંયોગ. ૪ અંબુદની પરે ઉલટ્યા, હર્ષના આંસુ નયણ;
ગદ્ગદ્ સ્વરે હરખિત ચિત્તે, ભૂપતિ ભાખે વયણ. ૫ ભાવાર્થ : “રત્નના' હવણજલથી સચેતન પામેલી તે બાળા આળસ મરડીને ઉભી ની થઈ. તે જોઈ રાજા - પ્રજા - સર્વ લોકો હર્ષિત થયા. તે બાળા પણ સજ્જ થઈ થકી ચારે તરફ નજર માંડીને જુવે છે. (૧)
તો પિતા તથા પ્રજા આંસુરૂપી જલથી પોતાના મુખનું પ્રક્ષાલન કરી રહ્યા છે. (રડી રહ્યા છે, અને વનખંડમાં સ્મશાનની વિધિ અને અન્ય કાળની અવસ્થા જોઈને કુમારી કહે
છે. આજે એવું તે શું કારણ બન્યું છે કે જેથી અહિં આ સઘળી વિપરીત વિધિ કરી રહ્યા - છો ? અને સ્મશાનમાં એવો તે શું સાજ ધર્યો છે ? તે મને કહો ! (૨, ૩)
ત્યારપછી પૃથ્વીપતિ “ભાનુમતિ'ને ખોળામાં લઈ રાજભવનમાં સૂતેલી એવી તને વિષધરે ડંખ માર્યો. ઘણાં પ્રયત્નો બાદ પણ તું સજ્જ ન થઈ, તેથી તને મરેલી જાણી અમે અહિં લઈ આવ્યા એ પ્રમાણેની આદિથી અંત સુધીની સર્વ હકિકત માંડીને રાજાએ તેણીને કહી સંભળાવી. (૪)
તે વખતે અંબુદની જેમ રાજાના નયણે હર્ષના આંસુ વરસવા લાગ્યાં અને ગદ્ગદ્ દિ સ્વરે રાજા “ભાનુમતિ પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યો. (૫)