________________
S
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ લોકોનો કોલાહલ સુણીને તે ઉદ્યાનમાં આવ્યો અને કોઈક પુરુષને પૂછવા લાગ્યો કે આ રાજા અત્યારે શા માટે રડી રહ્યા છે ? (૧૨)
આવનાર પુરુષે પ્રથમથી માંડીને સર્વ હકીકત કહી સંભળાવી. તેને થયું આ કંઈ શુભ | કામ કરે તેમ છે. એમ માની શુભ ઈચ્છાથી સર્વ હકીકત કહી તે વાત સાંભળીને વિનયંધરના મનમાં ઉપકારની બુદ્ધિ જાગી અને તેણે આવનાર પુરુષને જણાવ્યું કે (૧૩).
તમે રાજાને જઈને કહો કે કુંવરીને કોઈ પુરુષ જીવાડવા સમર્થ છે ! તે સાંભળીને તે પુરુષે “રત્નરથ’ રાજાને જઈને સર્વ હકીકત જણાવી કે – (૧૪)
હે નરનાથ ! કુંવરીનું આયુષ્ય બલવાન છે. તે કારણે ‘ઉત્તમનર’ આજે હાથ ચડ્યો છે. ૬. જે ઝેરને હરી જીવિતને આપશે ! (૧૫)
ઉપર પ્રમાણેની હકીકત સાંભળી રાજા' - પ્રજા અને સર્વલોક મળીને વિનયંધરને ન ની વિનંતી કરવા લાગ્યા અને આગળ આવીને અરજ કરવા લાગ્યા મનમાંથી શોક ત્યજીને રી, કહેવા લાગ્યા કે – (૧૬)
- હે કુમાર ! બાપના સમ ખાઈને કહીયે છીએ કે આ કુમારીને જો જીવિતદાન આપો તો Sી તમે મુખથી જે માંગશો તે આપીશ. વળી રાજા કહેવા લાગ્યો કે, ઘણું શું કહીએ. જો આ જ દર કામ કરવામાં મારો જીવ આપવો પડશે તો જીવ પણ આપવા તૈયાર છું. (૧૭)
તે સાંભળીને વિનયંધર રાજાને વંદન કરીને કહેવા લાગ્યો કે, તમે આવા બોલ શા . | માટે બોલો છો ? તમારું કામ પૂર્ણ થાય પછી જે રીતે તમારે મારું મહત્ત્વ વધારવું હોય તે રીતે તમે મારું મહત્ત્વ વધારજો. (૧૮).
ત્યારબાદ ચંદનની ચિતા થકી તે બાલિકાને તત્કાલ બહાર કાઢી અને રાજાએ સહુની સાક્ષીએ વિનયંધરની આગળ ધરી. (૧૯)
વિનયંધરે છાણના માંડલા ઉપર ગહુલી કરાવી તેના પર અક્ષત, કુસુમ અને શ્રીફળ ચઢાવ્યું. (૨૦).
તે ઉપર ‘ભાનુમતિ’ને સુવડાવી ત્યારબાદ વિનયંધરે દેવે આપેલું રત્ન કાઢ્યું અને તેને ની પવિત્ર જલમાં મનરંગે નાંખ્યું અને ત્યારબાદ તે યક્ષને સંભારીને તે પાણી કુંવરીના અંગ
પર છાંટ્યું. (૨૧) ત્રિી તે જલના પ્રભાવથી બાલિકા સચેતન થઈ અર્થાત્ તેનું ઝેર ઉતરી ગયું. એ પ્રમાણે
| ઉદયરત્નજી મહારાજ કહે છે કે એકવીસમી ઢાળ પૂર્ણ થઈ. (૨૨)