________________
TET TAT TAT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
| ત્યારબાદ અનુક્રમે અણસણ સ્વીકારી સંકલ કર્મનો અંત કરી પંચમગતિને પામ્યા. તે - મૃગાંકકુમાર મુનિને ત્રિવિધ યોગે વંદન કરું છું. (૩૧)
હવે મદનાવલી મહાસતી પણ કેવલજ્ઞાન પામી પૃથ્વીતલ પર વિચરતાં, ભવ્યજીવોને $ પ્રતિબોધ કરતાં પોતાના ઉત્કૃષ્ટ આયુષ્યને ભોગવી તે પણ પંચમગતિ રૂપ મોક્ષ સુખને દિને પામ્યાં. (૩૨)
- એ પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલીએ ગંધપૂજા પર જયસૂરરાજા અને શુભમતિરાણીનું B દ્રષ્ટાંત હરિચંદ્ર રાજાને કહ્યું. હરિચંદ્ર રાજવીએ પણ હર્ષપૂર્વક તે અધિકાર સાંભળ્યો અને દિને | કર્મનો અંત કરવા માટે ઉલ્લાસપૂર્વક સુણ્યો. (૩૩).
એ પ્રમાણે સોળમી ઢાળ પૂરણ પ્રેમે પૂર્ણ થઈ એમ ઉદયરત્નજી મહારાજ કહે છે કે હે ભવ્યજનો ! ભાવે સાંભળો અને તમે પણ જયસૂરરાજા અને શુભમતિરાણીની જેમ ભાવપૂર્વક કને ગંધપૂજા કરો અને તેમની જેમ ચારગતિ રૂપ સંસાર પરિભ્રમણથી મુક્ત બની પંચમગતિ | રૂપ મુક્તિને વરી શાશ્વત સુખના ભોક્તા બનો. (૩૪).
ઈતિ ગંધપૂજા પર જયસૂરરાજા અને શુભમતિરાણીનું દૃષ્ટાંત સંપૂર્ણ
m-