________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ગગનમંડલને વિષે દેવદુંદુભી ગડગડવા લાગી અને કેવલી ભગવંતને સુવર્ણકમલ ૫૨ બેસાડી સર્વે શુભકામના સાથે દેશના સાંભળવા બેઠાં. (૨૦)
આ દ્રશ્ય જોઈને મૃગાંકકુમારને અત્યંત આશ્ચર્ય થયું અને કેવલીના મુખકમલ પર મોહિત થયો થકો પ્રેમથી સંભ્રાંત થયેલો કેવલીને નિહાળી રહ્યો છે. (૨૧)
ત્યારે કેવલી ભગવંત મૃગાંકકુમારને ઉદેશીને પૂર્વભવનો અધિકાર કહેવા લાગ્યાં કે, તું જયસૂર નામે રાજા અને શુભમતિનો ભરતાર હતો. (૨૨)
ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તું બીજા ભવમાં દેવ થયો અને ત્યાંથી ચ્યવીને તું અહિં ગુણના ઘર-રૂપ મૃગાંક નામે કુમાર થયો છે. (૨૩)
અને જયસૂર૨ાજાની જે રૂપના નિધાન સમ શુભમતિ નામે રાણી હતી તે પણ દેવલોકથી ચ્યવી હું ‘મદનાવલી’ નામે અહિં ઉ૫ની છું. (૨૪)
અને હે મૃગાંકકુમાર ! દેવના ભવમાં તેં મને વનમાં દુ:ખી દેખી આવીને પ્રતિબોધ કર્યો હતો. એ પ્રમાણેની પૂર્વની સર્વ હકીકત સુવિશેષથી ‘મદનાવલી' મહાસતીએ મૃગાંકકુમારને સમજાવી. (૨૫)
એ પ્રમાણેની વાતો સાંભળી મૃગાંકકુમાર વિચારવા લાગ્યો અહો ધન્યવાદ છે. તે કેવલી ભગવંતને જેઓ કોઈનાથી જિતાતા નથી અને વળી અતુલબલી છે.પૂર્વભવના સંબંધે પ્રેમનો અંકુરો પ્રગટ્યો. ખરેખર દેવ-દેવી નર-નારી કોઈ જગતમાં સ્થિર રહેતું નથી બધા જ નદીના પ્રવાહની જેમ વણથંભ્યા ચાલ્યા જ કરે છે. એજ જીવ વારંવાર નવાં નવાં દેહને ધારણ કરે છે. જીવ ભવમાં પરિભ્રમણ કરે છે. તે પણ પ્રેમથી બંધાઈને વધુ ભમે છે. આ પ્રમાણે પૂર્વનો સંબંધ સાંભળી મૃગાંકકુમાર જાતિસ્મરણ પામ્યો. (૨૬, ૨૭)
પોતાનો પૂર્વભવ દેખી વિચારવા લાગ્યો. કર્મના વિપાકને ધિક્કાર હો. કર્મના કેવા વિપાક છે. તે કોઈ ભવમાં કોઈને છોડતા નથી. એ પ્રમાણે મહા સંવેગી બનેલાં ભૃગાંકકુમારની મોહનીયકર્મની સ્થિતિ ઘટી ગઈ. (૨૮)
અને આત્મવિમર્શ કરતાં મદ મોડીને કેવલી ભગવંત પાસે મહાવ્રતને સ્વીકારે છે. સંયમ ગ્રહણ કરે છે અને કેવલી ભગવંતને કરજોડી કહે છે કે, તમે મારા પ્રત્યે પ્રત્યુપકાર કર્યો છે. (૨૯)
ત્યારબાદ વિદ્યાધર રાજા અને દેવો વંદન કરીને પાછા વળ્યા અને કેવલી ભગવંતે પણ ત્યાંથી વિહાર કર્યો અને મૃગાંક અણગાર પણ ઉગ્નતપસ્વી થયાં. (૩૦)
૯૬