SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ મધ્યરાતે મહારાજ, સહજ સ્વભાવે રે, સૂતી હુંતી હું સેજમાં રે; ઉરધ દિશિથી આવી, હરખે બેઠી રે, મુજ કમલાં હેજમાં રે. ૧૩ શોભા ઘણી સશ્રીક, રામારૂપે રે, સુંદર કાંતિ વિરાજતી રે; ઉત્તમ એહ સંપન્ન, દેખી જાગી રે, દિલમાં વળી સંભારતી રે. ૧૪ તિરે કારણ તજી સેજ, અરથપૂછણ રે, આવી છું પ્રભુજી સુણો રે; વનિતાના સુણી વયણ, સુપનવિચારી રે, અર્થ કહેતૃપ તેહ તણો રે. ૧૫ ધનસુખકારિણી, દિવ્ય ઉત્તમ પુત્રી રે, હોશે સુપન પ્રભાવથી રે; લખમી હોશે લાભ, ભૂપતિ ભાખે રે, સહજ બુદ્ધિ સ્વભાવથી રે. ૧૬ સત્ય હોજો એ સ્વામી, અરથ એહનો રે, ઈચ્છું છું ઉલ્લાસમાં રે; કંત પ્રતિ કરજોડી, નમી ચાલી રે, આજ્ઞા માંગી આવાસમાં રે. ૧૦ પંચ સખી પરિવાર, ધર્મસંબંધી રે, કથા વાત વિચારતી રે; વિચારે છે વળી તેહ, ગર્ભ પ્રભાવે રે, દયા ધર્મ મનધારતી રે. ૧૮ શુભ દિવસે શુભ યોગ, પૂરણ માસે રે, પુત્રીનો જનમ થયો સદા રે; ઉત્સવ કરીને તામ, મદનાવલી રે, નામ ધર્યું મહીપતિ મુદારે. ૧૯ કોમલ કમલશી કાય, આંખ અણિયાળી રે, કમલદલ સમ સોહતી રે; સુંદર રૂપ સુઘાટ, મુખને મટકે રે, સુરનરના મન મોહી રે. ૨૦ બાળા બુદ્ધિ નિધાન, અનુક્રમે રે, આઠ વરસની તે થઈ રે; ઉદયરત્ન કહે એમ, મનને મોહેરે, દશમી ઢાળ એ કહી રે. ૨૧ ભાવાર્થ : રૂપની ક્યારી સમાન મૃગનયની તે અબળા અંગેથી આળસ ખંખેરી મનમાં ની ઉલટ આણી શય્યામાંથી ઉઠી. જાણે એવું લાગે કે સુરસુંદરી ઉઠી. (૧) ઉત્તમ અનોપમ વસ્ત્ર પહેરી, પ્રેમદા પ્રીતિથી ચાલવા લાગી. તે કેવી ચાલે ચાલે છે તે શિકી કહે છે. ગજગતિ ચાલે ચાલતી, મનમાં ગેલ કરતી. રાજહંસની રીતિથી. અતિ આતુરતાથી 3 રહિત એવી મંદગતિથી મનોહર લાગતી. પ્રેમે પાય ઠવતી. પ્રીતિથી જ્યાં ભૂપતિ પોઢયા છે ? તે રાજભવનને વિષે પહોંચી. (૨, ૩) લઠ્ઠા સહિત તે બાળા પોતાના અંગના આભૂષણ સમારે છે. કેશકલાપ વ્યવસ્થિત કરે છે. હિં કે જાણે સુરલોકથી સુરાંગના ભવનની શુદ્ધિ જોવા ન આવી હોય તેવી તે શોભી રહી છે. (૪)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy