________________
SING
STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | SD
(મલ્હાર : નિજગુરુ ચરણ પસાય - એ દેશી) અબળા રૂપની આલી, શસ્યામાંથી રે, ઉઠી જાણે સુરસુંદરી રે; આળસ મોડી અંગ, મૃગનયણી રે, ઉલટ મનમાંહે ધરી રે. ૧ ઉત્તમ વસ્ત્ર અનૂપ, પહેરી પ્રેમે રે, ચાલી પ્રેમદા પ્રીતિશું રે; ગજગામિની મનગેલે, પાય પરઠી રે, રાજહંસની રીતિ શું રે. ૨ અતિ આતુરતા નહિ, મંદગતિ રે, મનોહર પગની માંડણી રે; પહોંતી પ્રેમે તેહ, ભવનમાંહે રે, પોઢ્યો છે જિહાં ભૂધણી રે. ૩ સલજ પણે સા વાળ, આભૂષણ રે, સમારે તે અંગના રે; આવી જાણે અભિરામ, સુધમેવા રે, સુરલોકથી સૂરાંગનારે. ૪ નિદ્રામાંથી નરિદ, જેહલ નાદે રે, જાગ્યો જિતશત્રુ જિશે રે; પ્રેમે કરી પ્રણામ, જય જય વાણી રે, કરજોડી રાણી કહે તીશેરે. ૫ નયણે નિહાણી નારી, ઉઠ કોડી રે, રોમરાય તવ ઉલ્હસી રે; મરકલડે દેઈ માન, હરખ વિશેષે રે, કર ફરસી બોલે હસી રે. ૬ રતન જડિત રમણિક, ભદ્રાસન રે, બેઠાડી તવ આસનારે; અધિપતિ આપી તામ, કરજોડી રે, બેઠી તિહાં કમલાનનારે. ૭ માનિનીને મહારાજ, પ્રીતે પૂછે રે, મનતણી પછી વાતડી રે; કહે ભદ્ર! કુણ કાજ, આજ અવેળા, પધાર્યા પાછલી રાતડી રે. ૮ વનિતા બોલે વાણી, મનોહર રે, મંગલ કલ્યાણ કારણી રે; સરસ સુધા સમ જેહ, વિઘન વિપદ રે, દુરિત દુઃખ નિવારણી રે. ૯ સાંભળતાં સુખ થાય, એહવી વાણી રે, રવસ્થ થઈ મુખે ઉચ્ચરે રે; લાજનાં લેજામાંહિ, મીઠે વચણે રે, મહીપતિનું મન હરે રે. ૧૦ દેખે પ્રીતમ દેદાર, નયણાં છપાવી રે, નૂતનવધૂ તણી પરે રે, ઉત્તમ અંગના જેહ, અવલોકે રે, ઘુંઘટપટને અંતરે રે. ૧૧ ચંચલ ચકિત કુરંગ, ખિણખિણ જુએ રે, ખાપરા ચોરતણી પરે રે, નયણાંશુ મેલી નયણ, કોમલ વચને રે, કંતશુ વિનતી કરે રે. ૧૨