________________
S
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | ઢાળ દશમી
| | દોહા | ભવસ્થિતિ પૂરી ભોગવી, અતિક્રમી વળી આહાર; દેવાંગના દેવલોકથી, તેહ ચાવી તેણી વાર. ૧ જંબુદ્વીપમાં ભારતમાં, દક્ષિણ દેશ સુથાન; પ્રતાપે હસ્તિનાગપુર, જિતશત્રુ રાજાન. ૨ પટરાણી જયશ્રી પ્રથમ, રૂપવંતમાં રેખ; ઉતરની બીજી અછે, અંતે ઉરી અને ક. ૩ અમરી મરી તે અવતરે, જયશ્રી કૂખે જામ; સુપન લહે સા સુંદરી, મધ્ય નિશા સમે તા. ૪ ઉતરતી આકાશથી, સમુદ્ર સુતા શુભ રૂપ; હરખિત ચિત્તે હાથમાં, આવી બેઠી અનૂપ. ૫ મન વિકસ્યો તન ઉલ્લભ્યો, નીંદ ગઈ નયણેય;
સુપન સંભારી સેજથી, ઉઠી અબળા તેહ. ૬ ભાવાર્થ : હવે શુભમતિ રાણીનો જીવ જે દેવલોકમાં છે. તે દેવાંગના ભવસ્થિતિ પૂર્ણ ISી ભોગવી (આયુષ્ય પૂર્ણ કરી) આહારને અતિક્રમી દેવલોકથી તે દેવાંગના ચ્યવન પામી. (૧) દિન ક્યાં ચ્યવી તે કહે છે? જંબુદ્વીપનાં દક્ષિણ ભરતમાં હસ્તિનાગપુરને વિષે, પ્રતાપી એવા
જિતશત્રુરાજાની પટ્ટરાણી “જયશ્રી' જે રૂપવંતમાં રેખા સમાન છે. બીજી તેનાથી ઉતરતી પર અનેક અંતેઉરી છે. પરંતુ રૂપકલાના ભંડાર સમાન જયશ્રી પટ્ટરાણીની કુક્ષીને વિષે તે દેવાંગના
કી અવતરી. જે રાત્રીને વિષે દેવલોકથી દેવાંગના જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ અવતરી તે કિની મધ્યરાત્રીને વિષે સુખશયામાં પોઢેલી તે સુંદરી અર્ધજાગતી, અર્ધઉંઘતી એવી સ્થિતિમાં 6 સોહામણા સ્વપ્રને જુવે છે. (૨, ૩, ૪).
તે સ્વમ કેવું છે? સોહામણી રૂપવતી સમુદ્રસુતા આકાશથી ઉતરતી હર્ષિત ચિત્તવાળી | અનુપમ એવી તે જયશ્રી રાણીના હાથને વિષે આવીને બેઠી. (૫)
આવું સુંદર સ્વપ્ર જોઈને જયશ્રી રાણીનું મન વિકસ્વર થયું. તન ઉલ્લસિત થયું. નયન ન થકી નિંદ ઉડી ગઈ અને શુભ સ્વપ્ર સંભારતી તે અબળા ધીમે ધીમે મંદગતિથી સેજ થકી ઉઠી.
તે અબલા હવે પોતાના સ્વામીના શયનગૃહને વિષે કેવી ગતિથી આવે છે. તે હવે જોઈએ. (૬)