________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો પગના બાંધેલાં ઝાંઝરનો રણકારથી જિતશત્રુરાજા જેટલામાં નિદ્રામાંથી ઉઠ્યો તેટલામાં કિની હાથની અંજલિ જોડી, રાણી પ્રેમથી પ્રણામ કરી રાજાને કહે છે. (૫)
હે સ્વામીનું ! આપ જય પામો. વિજય પામો ! નયનથી પોતાની પ્રિયતમાને જોઈ રાજાની સાડા ત્રણ કરોડ રોમરાજી વિકસ્વર થઈ. મલપતા મુખડે તેણીને માન આપી. હર્ષથી વિશેષ કરનો સ્પર્શ કરી હસીને પોતાની પ્રિયતમાને બોલાવે છે. (૬)
અને રમણીય રત્નજડિત ભદ્રાસને બેસાડે છે. ત્યારે “કમલાનના' (કમલસમમુખવાળી) ની જયશ્રી રાણી કરજોડીને પોતાના સ્વામીની સામે બેઠી. (૭)
તે સમયે મહારાજ પોતાની પ્રિયતમાને પ્રીતિથી તેના મનની વાતડી પૂછે છે કે હે ની ભદ્ર ! એવું કયું કાર્ય આવી પડ્યું કે જેથી આજ અવેળા એવી પાછલી રાત્રીને વિષે તમે તે અહિં પધાર્યા. (૮)
ત્યારે મનને મોહ પમાડનારી, મંગલ કરનારી, કલ્યાણ કરનારી, વિઘનાશીની, વિપત્તિને તોડનારી, દુરિત ઉપદ્રવ તથા દુઃખ નિવારણી એવી સરસ સુધા સમ તથા સાંભળતા સુખ ઉપજે એવી વાણીથી લાજના લહેજમાં, મીઠી વાણીથી, મહિપતિનું મન હરે એવી વાણીથી સ્વસ્થ થઈને પોતાના પ્રિયતમને કહેવા લાગી. (૯, ૧૦)
વળી તે કેવી લજ્જાથી કહે છે તે જુઓ કે પોતાના પ્રીતમના મુખને જોતી, આંખને છુપાવતી, નૂતનવધૂની જેમ, ઉત્તમ એવી તે અબળા ઘુંઘટ પટને અંતરેથી અવલોકન કરતી ચંચલ એવા કુરંગની જેમ, ક્ષણ ક્ષણ જોતી ખાપર ચોરની જેમ પોતાના પ્રિયતમશુ નયનશુ નયન મિલાવી કોમલ વચને પોતાના કંતને વિનંતી કરતી કહેવા લાગી કે – (૧૧, ૧૨)
હે મહારાજ ! આજ મધ્યરાત્રિને વિષે સહજ સ્વભાવથી સેજને વિષે સૂતેલી હતી. એવી મને અર્ધ જાગ્રત અવસ્થામાં ઉર્ધ્વદિશીથી રૂપે રંભા સમાન સુંદર કાંતિથી શોભતી કમલા હેજથી (સમુદ્ર સુતા) હર્ષથી મુજ હસ્તે આવીને બેઠી. (૧૩)
આવું ઉત્તમ સ્વમ દેખીને હું જાગૃત થઈ થકી, દિલથી વારંવાર તેને સંભારતી, તે સુખશયાનો ત્યાગ કરી તે શુભ સ્વપ્રથી મને શું લાભ થશે તે અર્થ પૂછવા હે સ્વામીનું ! અત્યારે આપની પાસે આવી છું. એ પ્રમાણે વનિતાના વચન સાંભળી હર્ષિત ચિત્તવાળા , જિતશત્રુરાજા સ્વપ્રનો અર્થ કહેવા લાગ્યા. (૧૪, ૧૫). - હે ભદ્ર ! તમે ઉત્તમ અને સુંદર સ્વપ્ર જોયું છે. તમને તે સ્વમના પ્રભાવથી સર્વને સુખ , ઉપજાવનારી, જાણે દેવાંગના ન હોય તેવી દિવ્ય, લક્ષ્મીનો લાભ કરાવનારી, સ્વભાવથી 5 સહજ બુદ્ધિશાલીની, સહુને આનંદકારીણી એવી પુત્રીરત્નનો લાભ થશે અર્થાત્ એવી નિ પુત્રી-રત્નને તમે જન્મ આપશો. (૧૬)