________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
તૂઠી
જવ પન્નગ પ્રભવે નહિ તાસ, તવ રાક્ષસી મન પામી વેખાસ. રૂઠી૦ કનકમાલાનો કરવા લોપ, વળી તેહને ચડ્યો મહાકોપ. રૂઠી ૧૧ કોપ ધરીને ભીષણ સાદ, રૌદ્ર ભયંકર કીધો નાદ, રૂઠી સહસા શબ્દ સુણીને તેહ, રાજા રાણી ઉઠ્યા બેહ. રૂઠી૰૧૨ વનિતાએ એક પાસે તે વ્યાલ, દીઠો પણ બીહની નહિ બાલ. રૂઠી રાક્ષસી રોષ ધરી તિણે કાલ, બિભત્સ રૂપ ધર્યું અસરાલ. રૂઠી ૧૩ હડ હડ કરતી અટ્ટહાસ, દેખી પામે શૂરા માસ. રૂઠી રાક્ષસીએ રાણી છલવા કાજ, અનેક ઉપાય કર્યા વિવાજ. રૂઠી૦ ૧૪ તો પણ ધૈર્ય થકી નિરધાર, કનકમાલા ચલી નહિ લગાર. રૂઠી સત્વ ગુણે કરી તુહી તેહ, પ્રસન્ન થઈને કહે સસનેહ. તૂઠી રાક્ષસી. સુણ વચ્ચે ! તું જે માંગે આજ, અલવે આપું કહે તે કરું કાજ. તૂઠી રાણી કહે સુણ ભગવતી વાત, મુજને જો તૂઠી તું માત. તો એ પુરમાં પ્રાસાદ ઉત્તુંગ, કનક મણિમય કરો મનરંગ. તૂઠી ઈમ સુણીને રજનીમાંહિ, પ્રાસાદ એક કર્યો ઉચ્છાંહિ. જિનમંદિર નિપાઈ તામ, રાક્ષસી તે ગઈ નિજ ઠામ; થયો પ્રભાત તે ઉગ્યો સૂર, રાજા-રાણી આનંદપૂર. દેખી તે દેઉલ અભિરામ, હરખ પામ્યા સહુ તેણે ઠામ. નરનારી પુરવાસી જેહ, નિરખી દેવળ પામ્યા નેહ; તૂઠી ૧૯ તે જિનમંદિર સુંદર દેખ, લોક કહે જુઓ પુણ્ય વિશેષ. અમરભવન સમ જિનઘર એહ, રાણી કાજે કર્યો દેવી એહ. તૂઠી૦ ૨૦ રાજભવનને બેસી ગોખ, જિનઘરનો દીવો મનને જોખ. તૂઠી રાત્રિ દિવસ જોઈ મન ખંત, કનકમાલા મનમાં હરખંત. સુડતાલીસમી ઢાળે એમ, ઉદયરતન કહે ધરી પ્રેમ; શ્રી જિનદેવને પૂજશે જેહ, અવિચલ પદવી વ્હેશે તેહ. તૂઠી ભાવાર્થ : : મકરધ્વજ રાજા અને કનકમાલા સુખભર દિવસો વિતાવી રહ્યા છે. પરંતુ કર્મનું પાંદડું ક્યારે અવળું થાય છે તેની ખબર પડતી નથી. જુઓ સુખમગ્ન એવા રાજારાણી પર પહેલી પટ્ટરાણી મકરા જે મરીને રાક્ષસી થઈ છે તે શું તોફાન મચાવે છે.
તૂઠી
તૂઠી
તૂઠી
!
તૂઠી ૨૧
તૂઠી
૨૨
૨૫૪
૧૫
૧૬
૧૭
તૂઠી
તૂઠી : ૧૮
i