________________
SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | S S SS S
તે મકરધ્વજ રાજાની દયિતા દિનકરની જેમ રાજમંદિરમાં પ્રકાશ કરી રહી છે. તેનાં ૩ | શરીરની કાંતિ એટલી બધી છે કે તે અંધકારને હણે છે. રાત્રી સમયે પણ સુવિલાસથી તેના શરીરની કાંતિ વધે છે કે જેથી રાત્રી થઈ હોય તેવો ભાસ પણ થતો નથી. (૬) ,
તે કનકમાળા પૂર્વકૃત પુણ્યના પ્રતાપથી પોતાના પ્રિયતમ સાથે ઉલટ આણીને પંચવિષય આ સુખ ભોગવી રહી છે. (૭)
(રાગ : બંગાલ ત્રિશલાનંદન ચંદનશીત - એ દેશી) રાજા રાણીનો જાણી, કોપાકુલ થઈ રાક્ષસી તેહ, રૂઠી રાક્ષસી. મધ્યનિશા સમે મહીપતિ પાસ, શેષાતુર આવી રાજ આવાસ. રૂઠી સેજ સંયોગે રાણીને રાય, વિવિધ વિનોદ કરે તિણઠાય. રૂઠી. કનકમાલાની કનકશી કાય, તેહને તેજે ઉધોત થાય. રૂઠી. તે દેખીને જાગ્યે વૈર, એ કેમ આવી માહરે દોર. રૂઠી. માહરી સેજ એ માહરો કંત, શોક્યતણો આજ આણુ અંત. રૂઠી. . જો જો શોક્યનાં વૈર વિરોધ, મુયાં ન મેલે મનનો ક્રોધ. રૂઠી ખિણમાંહિ કાટું એહના પ્રાણ, ઈમ ચિંતીને તેણે ઠાણ. રૂઠી. ' રૂપ કર્યો તેણે વિકરાલ, કાળા મોટા દંત કરાલ. રૂઠી. કાળું મુખ ને તીખી દાઢ, છૂટાં જટીયા ને કળું બિલાડ. રૂઠી. ગોળીથ્રુ માથું ને ભીષણ રૂપ, લાંબા હોઠને આંખ કુરુપ. રૂઠી મુખથી છોડે આગની ઝાલ, હેડંબાશી કાળ કંકાલ. રૂઠી૦૬ હાથમાં કાતી ને કોટે રૂંડમાળ, રૂપ કર્યો તેણે છળવા બાલ. રૂઠી. પીળા લોચન પીળા કેશ, જાણે જમદૂતીનો વેશ. રૂઠી. ૭ કનકમાલાને મારણ કાજ, નીપાયો તેણે નાગરાજ. રૂઠી કનકમાલાનો હરવા જીવ, નાગ નીપાયો શ્યામ અતીવ. રૂઠી. ૮ ક્રોધ ધરી તે છોડ્યો તે કાળ, કનકમાલા પાસે તતકાળ. રૂઠી. કનકમાલાની દેખી કાંતિ, ભુજંગ પામ્યો મનમાં ભ્રાંતિ. રૂઠી. . ૯ ખમી ન શક્યો તેજ અનંત, આંખ મીચીને બેઠો એકાંત. રૂઠી જો જો પૂરવ પુણ્ય પ્રતાપ, રાણી અંગે અડ્યો નહિ સાપ. રૂઠી. ૧૦