________________
E
IT T.શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસTITIS SS
ઢાળ સુડતાલીસમી
| | દોહા ! લાહો લેઈ ધર્મનો, વંદી પ્રભુના પાય; દેવલોક દેવાંગના, પહોતી તે નિજઠાય. ૧ નાટક ગીત વિનોદશે, અનુક્રમે પૂરે આય; ધન શ્રી પહેલી ચવી, મેદાપુરી શુભ થાય. ૨ મકરધ્વજ, મહારાજની, કનકમાળા ઈણે નામ; પટરાણી થઈ પુણ્યથી, રૂપવતી અભિરામ. ૩ - પહેલી પટરાણી હતી, નૃપને મકરા નામ; તે મરીને થઈ રાક્ષસી, મેલે મન પરિણામ. ૪ કનકમાળા શું નૃપ હવે, ભીનો રહે નિત્યમેવ; જાતો ન જાણે કાળને, જિમ દોગંદુક દેવ. ૫ દચિતા દિણયરની પરે, મંદિર કરે પ્રકાશ; તનુકાંતિ તમસને હણે, રયણી સમે સુવિલાસ. ૬ પૂરવને પુણ્ય કરી, કનકમાળા પ્રિયસંગ;
પંચવિષય સુખ ભોગવે, ઉલટ આણી અંગ. ૭ ભાવાર્થ : તે બે દેવાંગનાઓ પ્રભુ ભક્તિ દ્વારા ધર્મનો લાભ લઈ પ્રભુના ચરણકમલને વિષે વંદન કરી દેવલોકે પોતાના સ્થાનકે પહોંચી. (૧)
દેવલોકમાં નાટક-ગીત-વિનોદ સાથે દિવ્યસુખોને ભોગવતા અનુક્રમે આયુષ્ય પૂર્ણ હિ થયે છતે ધનશ્રી પહેલી મેઘપુરી નગરીમાં ચ્યવી. (૨)
પુણ્યથી તે મેઘપુરીમાં મકરધ્વજ મહારાજાની રૂપવતી મનોહર કનકમાલા નામની કરી પટ્ટરાણી થઈ. (૩)
તે મકરધ્વજ રાજાને પહેલી “મારા નામની પટ્ટરાણી હતી. તે મનમાં મલિન પરિણામથી $; મૃત્યુ પામીને રાક્ષસી થઈ. (૪)
હવે મકરધ્વજ રાજા “કનકમાળા સાથે લયલીન રહે છે. દોગંદુક દેવની જેમ હંમેશા | સુખ ભોગવે છે પણ કાળ પસાર થઈ રહ્યો છે તે જાણી શકતો નથી. (૫)