________________
Sી .
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) રાક્ષસી જુવે છે કે રાજા કનકમાલા રાણીનો બન્યો છે તેથી ક્રોધથી ધમધમતી મધ્યરાત્રીએ છે રોષાતુર બનેલી રાક્ષસી જયાં રાજા રહેલો છે તે રાજમહેલે આવી. (૧)
તે સમયે રાજા અને રાણી શય્યા પર રહ્યા થકાં અનેક પ્રકારના આનંદ – વિનોદ કરી રહ્યા છે અને કનકમાલાની સુવર્ણ જેવી કાયા છે તેથી તેના તેજથી રાજમહેલમાં ઉદ્યોત | થઈ રહ્યો છે. (૨) ન તે દ્રશ્ય જોઈને રાક્ષસીને તેનાં પ્રત્યે વૈર ઉત્પન્ન થયું અને મનમાં વિચારવા લાગી કે, ને કનકમાલા મારે ઘેર કેમ આવી? આ સેજ અને આ કંત માહરો છે. હવે આ મારી શોક્યનો આજે અંત આણી દઉં અર્થાત્ તેને મારી નાંખ્યું. (૩)
શોક્યના વૈર વિરોધ તો જુવો. જે વ્યક્તિને વૈર હોય છે. તે મરવા પડે તો પણ મનથી | ક્રોધ છોડતાં નથી. આ રાક્ષસી પણ ક્રોધ છોડતી નથી અને તે સ્થાને વિચારે છે કે ક્ષણમાં જ આ રાણીને પ્રાણથી મૂકાવી દઉં ! (મારી નાંખુ) (૪)
એમ વિચારી તેણે પોતાનું વિકરાળ રૂપ કર્યું. કાળા મોટા કરાલ જેવા દાંત બનાવ્યાં. . B મોટું કાળુ કર્યું. અને તીક્ષ્ણ દાઢ બનાવી. જટીયા છુટાં મૂક્યાં અને નિલોડ પણ કાળું બનાવ્યું. (૫).
ગોળી જેવું માથું, ભીષણ રૌદ્ર રૂપ, લાંબા હોઠ, આંખ કદરૂપી, મુખથી અગ્નિની જવાલા વરસાવતી. હેડંબા જેવી જાણે કાળ કંકાલ સાક્ષાત્ જીવતી ડાકણ ન હોય તેવું તે રાક્ષસીએ રૂપ વિકુવ્યું. (૬).
તેમજ વળી હાથમાં તલવાર (કાતી) કોટે રૂંડમાલા, પીળી આંખો, પીળા વાળ જાણે જમદૂતીનો વેશ જોઈ લ્યો એવું રૂપ તેણે રાણીને છળવા માટે કર્યું. (૭) કનકમાલાને મારવા માટે તે રાક્ષસીએ એક કાળો ભયાનક નાગરાજ વિકુવ્વ. (૮)
ત્યાર પછી રાક્ષસીએ ક્રોધ કરીને કનકમાલાને મારવા કાળ સ્વરૂપ નાગને તેની તરફ ન છોડ્યો ! પણ કનકમાલાની અનોપમ કાંતિ જોઈને ભુજંગ મનમાં ભ્રાંતિથી વિચારવા જ 3 લાગ્યો. (૯) - અહો ! શું આ બાલાનું તેજ ! શું તેની સુંદર કાંતિ છે! તે બાલાનું તેજ નાગરાજ ખમી
શક્યો નહિ, તેથી તે ભુજંગ આંખ મીંચીને એકાંતમાં બેઠો. ખરેખર પૂર્વકૃત પુણ્યનો પ્રતાપ ર
તો જુવો. રાણીને મારવા છોડેલ સર્પ પણ તેના પુણ્યના પ્રતાપથી રાણીના અંગે અડ્યો પણ કરી નહિ. (૧૦)