________________
SATIS SIT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SD 3
હવે જ્યારે સર્પ રાણીને જરા પણ પરેશાન નથી કરતો તે જોઈને રાક્ષસી મનમાં ખિન્ન છે કી થઈ થકી કનકમાલાનો લોપ કરવા અત્યંત ક્રોધે ભરાઈ. (૧૧) Sી અને ક્રોધથી ભીષણ અવાજ કરતી. તેણે રૌદ્ર ભયંકર ગર્જના કરી, અચાનક ભયંકર કે અવાજ સુણીને રાજા-રાણી બંને શય્યા થકી ઉઠ્યાં. (૧૨).
તે સમયે કનકમાલાએ એક તરફ ભયંકર પન્નગને જોયો છતાં તે જરા પણ ડરતી નથી. | તેથી રાક્ષસી વધુ રોષાયમાન થઈ થકી બિભત્સ રૂપ ધારણ કરે છે. (૧૩)
અને હડ હડ કરતી તે એવો અટ્ટહાસ કરવા લાગી કે તેને જોઈને શૂરવીર લોકો પણ દિન ત્રાસ પામે કનકમાલાને ડરાવવા રાક્ષસી અનેક ઉપાય કરે છે છતાં તે જરા પણ ડરતી દ નથી. (૧૪)
આમ રાક્ષસીએ અનેક પ્રયત્નો કર્યા છતાં જ્યારે રાણી પૈર્યને છોડતી નથી. મનમાં ને Sી ભય પણ પામતી નથી. તે જોઈને તેના સત્યના પ્રભાવથી રાક્ષસી તુષ્ટમાન થઈ અને પ્રસન્ન થઈ થકી સ્નેહપૂર્વક રાણીને કહેવા લાગી કે, (૧૫)
હે વત્સા ! સાંભળ. તારા પૂર્વકૃત પુણ્ય અને સત્વનાં પ્રતાપે હું તારા પર પ્રસન્ન થઈ દિ છું, તો તારે જે જોઈએ તે માંગ. હું તને આપું અને જે કહે તે તારું કાર્ય પણ કરું ! તે નિ
સાંભળીને રાણી કહેવા લાગી કે હે ભગવતી ! હે માતા ! મારા પર જો તું પ્રસન્ન અને તુષ્ટમાન થઈ છે તો. (૧૬)
આ નગરીને વિષે કનક મણિમય અને ઉત્તેગ એવું જિનમંદિર મનના ઉત્સાહપૂર્વક બનાવી આપો ! રાણીની વાત સાંભળીને તે રાક્ષસીએ એકરાત્રીમાં એક જિનમંદિર | ઉત્સાહપૂર્વક બનાવી દીધું. (૧૭) -
જિનમંદિર બનાવીને તે રાક્ષસી પોતાને સ્થાને ચાલી ગઈ. આ તરફ રાત્રી પૂર્ણ થઈ Kી અને રાતોચોળ સૂર્ય ઉદયાચલ પર્વત પર આવીને ઉભો (સૂર્યોદય) થયો અને પ્રભાત પ્રગટ થયું. રાજા અને રાણી આનંદ પામ્યાં. (૧૮)
મનોહર દેવાલય જોઈને રાજા-રાણી ખૂબ જ હર્ષ પામ્યાં. એટલું જ નહિ તે જિનાલયને જોઈને નરનારી વૃંદ તથા પુરવાસી સર્વે લોકો પણ આનંદિત થયા. (૧૯)
આવા સુંદર જિનમંદિરને જોઈને લોકો કહેવા લાગ્યા કે, પુણ્યની વિશેષતા તો જુઓ, અમરવિમાન સમાન આ સુંદર જિનઘર રાણી માટે દેવીએ કર્યું છે. (૨૦)
તે જિનઘર એવું છે કે, રાજભવનનાં ગોખે બેઠાં થકા જિનઘરને વિષે રહેલ દીવો જોઈ B શકાય છે. તે દીવાને રાત - દિવસ જોઈને કનકમાલા રાણી મનમાં હરખાય છે. (૨૧) is
એ પ્રમાણે સુડતાલીસમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ પ્રેમ ધરીને કહી રહ્યા છે કે જે પ્રાણી જિનવરદેવની પૂજા કરશે તે અવિચલ પદવી વરશે. (૨૨)