________________
છે જે ન શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
SS SS ઢાળ સીત્યોતેરમી
|| દોહા | મયણસુંદરી ને કમલશ્રી, રાણી દોય મનરંગ; વિજયચંદ્ર મુનિરાજને, તિણે અવસર કહે ચંગ. ૧ તારો ભવસાગર થકી, મહેર કરી મુનિરાજ; કર્મ અરિને જીતવા, આપો સંજમ આજ. ૨ હરિચંદ્ર સુતનો હવે, લહી આદેશને તેહ; દોય રાણી દીક્ષા લિયે, મુનિ હાથે સસનેહ. ૩ સાધવીને સોંપી સહી, વ્રત આપી તેણીવાર; પાળે તે પ્રેમે કરી, ચારિત્ર નિરતિચાર. ૪ કેવલીને કર જોડીને, હરિચંદ કહે હેવ; અચ અષ્ટપ્રકારની, મેં કરવી નિત્યમેવ. ૫ જિનપૂજા કીધા વિના, ભોજન કરવા નેમ; ઈમ કીધી તેણે અર્ગલા, પૂરણ રાખી પ્રેમ. ૬ મુનિ વંદી મંદિર વળ્યો, હરિચંદ્ર નૃપ તેહ; ખપ કરે પૂજા તણો, નિજ મન આણી નેહ. ૭ પ્રતિબોધી હરિચંદ્રને, કેવલી પણ તેણીવાર;
સાધુ તણા સમુદાયશું, તિહાંથી કીધ વિહાર. ૮ ભાવાર્થ ? હવે જ્યારે વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને જિનપૂજાનો ઉપદેશ આપી મૌન રહ્યા ત્યારે મદનસુંદરી અને કમલશ્રી રાણી ભાવોલ્લાસપૂર્વક વિજયચંદ્ર મુનિવરને તે સમયે કહેવા લાગી કે, (૧)
હે સ્વામી ! મારા પર મહેર કરીને મને ભવસમુદ્રથી તારો અને કર્મશત્રુને જીતવા (દૂર | કરવા) આજે મને દીક્ષા આપો. (૨)
- ત્યારબાદ હરિચંદ્ર પુત્રની આજ્ઞા લઈને તે બંને રાણીએ વિજયચંદ્ર કેવલી પાસે તેમના | હસ્તક સ્નેહપૂર્વક દીક્ષા લીધી. (૩)