________________
છે
. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સાડત્રીસમી
| દોહા | જિનપૂજા હરિચંદ સુણ, કોડિ સમારે કાજ; ભવસિંધુ જલ તારવા, ઉત્તમ એહ જહાજ. ૧ જિનગુણ ગાવે જિન નમે, જિનને પૂજે જેહ; જિનના મંદિર જે કરે, પૂજ્ય હોય નર તેહ. ૨ જે જન ષટુ હતુ ફૂલશે, જિન પૂજે ત્રણ કાલ; સુર નર શિવ સુક સંપદા, પામે તે સુરસાળ. ૩ જિન ઉત્તમ કસમે કરી, પૂજ્ય શ્રી વીતરાગ; વણિકસુતા લીલાવતી, પામી શિવ સૌભાગ. ૪ વિજયચંદ્ર મુનિવર વદે, સુણ રાજન ગુણવંત;
ચોથી પૂજા ઉપરે, કહું તેહનો દૃષ્ટાંત. ૫ ભાવાર્થ હવે વિજયચંદ્ર કેવલી હરિચંદ્રરાજાને કહી રહ્યા છે કે, હે રાજનું! સાંભળ. જિનપૂજા કરવાથી આપણાં ક્રોડો કામ સુધરે છે. સિદ્ધ થાય છે. વળી ભવસિંધુથી પાર ઉતરવા માટે જિનપૂજા એ ઉત્તમ નૌકા સમાન છે. (૧)
વળી જે જીવ જિનના ગુણ ગાય છે. જિનને નમે છે. જિનની પૂજા કરે છે અને જે કરી જિનના મંદિર બંધાવે છે, તે નર ત્રણે લોકમાં પૂજ્ય બને છે. (૨) ની વળી જે નર-નારી ષટ્રઋતુના ફૂલથી ત્રણ કાલ જિનેશ્વરની પૂજા કરે છે. તે સુર-નર ની અને શિવસુખની સુંદર સંપદાને પ્રાપ્ત કરે છે. (૩)
ઉત્તમ એવા કુસુમે કરી લીલાવતી વણિક સુતાએ શ્રી વીતરાગદેવની પૂજા કરી તેથી તે શિવસુખ અને સૌભાગ્યને પામી. (૪)
વળી શ્રી વિજયચંદ્ર કેવલી કહેવા લાગ્યા કે, હે ગુણવંતા હરિચંદ્ર રાજનું! ચોથી પૂજા | | ઉપર તે વણિક સુતા લીલાવતીનું દૃષ્ટાંત કહું છું તે સાવધાન થઈને સાંભળ. (૫)
(સાહિબ સાંભળો વિનતી તમે છો ચતુર સુજાણ સનેહી - એ દેશી) દીપે દક્ષિણ ભારતમાં, ઉત્તર મથુરા ઠામ રાજનજી, તિહાં નિવસે વ્યવહારિયો, વિજય શેઠ ઈણે નામ રાજનજી.
સાંભળ તું મનરંગશુ