________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
..
પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચન માતાનું રૂડી પરે પાલન કરે છે. દવિધ યતિધર્મને દીપાવે છે તેમજ ગુરુ ભગવંતની સેવા કરતાં મન શુદ્ધે શુભ ભાવના ભાવે છે. (૧૦) શ્રી હેમપ્રભ રાજવી નિર્મળ ચારિત્ર પાળીને આયુષ્ય પૂર્ણ થયે કાળ કરી, સહસ્રાર દેવલોકે સુ૨૫તિ૫ણે અવતાર પામ્યા. (૧૧)
અને જયસુંદરી તથા જયદત્તકુમાર પણ ઉત્તમ સંયમ આરાધી આયુપૂર્ણ થયે કાળ કરી દેવલોકે મિત્રપણે દેવ થયા અને દેવતાઈ ઋદ્ધિ પ્રાપ્ત કરી. (૧૨)
તે ત્રણ એટલે કે હેમપ્રભરાજા, જયસુંદરી રાણી અને જયદત્તકુમાર એ ત્રણ અને ચોથો દેવીનો જીવ તે ચારેય નરભવ પામી સંયમગ્રહી આયુ ક્ષય થયે મુક્તિસુખને પામ્યા. (૧૩)
આ પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે, હે હરિચંદ્ર રાજન્ ! સાંભળ. અક્ષતપૂજા કરવાના પુન્ય (પ્રભાવ)થી તે ચારેય જીવ પરમાનંદ પદના ભોક્તા બન્યાં. (૧૪)
એ પ્રમાણે છત્રીસમી ઢાળ પૂર્ણ થઈ. ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે. હે રંગીલા ભવ્યજનો સાંભળો. જિનપૂજા કરવા થકી જીવ મનવાંછિત લીલ વિલાસને પ્રાપ્ત થાય છે, તેથી જિનપૂજા કરવામાં આદરભાવ ધારણ કરી પ્રભુપૂજા કરી શાશ્વતપદના ભોક્તા બનો ! (૧૫) ઈતિ અક્ષતપૂજા કરવા થકી શાશ્વત સુખના ભોક્તા થયેલ શુકયુગલનું દ્રષ્ટાંત સમાપ્ત
-૧૪
૨૦૯