________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
શ્રી માલા તસ કામીની, રૂપવતી અભિરામ. રાજનજી,
તસ તનયા લીલાવતી, લલિત કલા ગુણધામ રા૦ સાંભળ૦ ૨
લઘુ બંધવ છે તેહને, ગુણધર નામે ઉદાર. રાજનજી,
ભાઈ બહેન તે બે જણાં, છે ઘરનો શણગાર. રા૦ સાંભળ૦ ૩
-
જિમ ઈંદુ ઉજ્વલ પખે, જિમ ઉત્તમના નેહ. રાજનજી,
ચંપક તરુ જિમ બાગમાં, તિમ વાઘે તે બેહ. રા૦ સાંભળ૦ ૪
એહવે દક્ષિણ દિશે પુરી, દક્ષિણ મથુરા નામ. રાજનજી, વ્યવહારી એક તિહાં વસે, મકરધ્વજ ગુણધામ. રા૦ સાંભળ૦ ૫ વારુ વિનયદત્ત તેહને, નંદન છે સુવિવેક. રાજનજી,
તે વ્યાપારે આવ્યો તિહાં, લેઈ વસ્તુ અનેક. રા॰ સાંભળ૦ ૬ લીલાવતીને દેખીને, મોહ્યો તે વિજયદત્ત. રાજનજી, પરણાવે તેહને પિતા, દેખી બહુ ગુણજુત્ત. રા॰ સાંભળ૦ ૬ પરણાવી તસ પુત્રીકા, વિજય શેઠ તેણીવાર. રાજનજી, આપે કર મૂકામણે, કનક રતન ભંડાર. રા૦ સાંભળ૦ ૮ લીલાવતીને આપી તિહાં, દાસી પલ્લવી નામ રાજનજી,
દિન કેતાએક તિહાં રહી, શીખ માગી હવે તામ રા૦ સાંભળ૦ ૯ માત પિતા સહુશું મળી, દાસી સાથે લેઈ. રાજનજી,
પતિ સાથે તે પરવરી, લીલાવતી સસનેહી, રા૦ સાંભળ૦ ૧૦ વિનયદત્ત વનિતા વરી, પહોંત્યો નિજ પુરઠાણ. રાજનજી, પંચવિષય સુખ ભોગવે, પૂરવ પુણ્ય પ્રમાણ. રા૦ સાંભળ૦ ૧૧ શ્વસુર કુલની માજાયે, લીલાવતી ઘરે લાજ. રાજનજી, વિનય કરે મોટા તો, ફુલ મોટાઈ કાજ. રા૦ સાંભળ૦ ૧૨ અન્યદા તેહની શોક્યે તિહાં, જિનને પૂજ્યા ફૂલ. રાજનજી, હાર ગુંથી કંઠે ઠવ્યો, પરિમલ જાસ અમૂલ. રા૦ સાંભળ૦ ૧૩ જે પૂજા શોક્યે કરી, તે દેખી તિણે ઠામ. રાજનજી,
મનમાં મિથ્યાત્વ યોગથી, અમરષ ઉપનો તામ રા૦ સાંભળ૦ ૧૪
૨૧૧