________________
S
T .શ્રી અપ્રકારી પૂજાનો રાસ . . ]
ઢાળ ઈક્કોતેરમી
| દોહા .. વળી તે મુનિવરને કહે, મૌનપણે તું હિ; તત્વ વિચારે છે કિછ્યું, ધ્યાન ધરી મનમાંહિ. ૧ જો જાણે જ્ઞાને કરી, મુજ મન કેરી વાત; તો હું જાણું તું મુનિ, જ્ઞાની ગુણવિખ્યાત. ૨ પૂછડ્યાનો ઉત્તર મુને, જો તું નાપે જાણ; તો હું આ દંડે હણી, લેઉં તાહરા પ્રાણ. ૩ એહ ઈહાં પ્રતિબૂઝશે, જાણી અવધિ પ્રમાણ; બોલાવે તેહને તદા, મુનિવર મધુરી વાણ. ૪ તાહરું ને તુઝ તાતને, ઈહ ભવ પરભવ જેહ; ચરિત હવું તે હું કહું, સુણ સુરપ્રિય સસનેહ. ૫ વચન સુણી વિસ્મિત થયો, પ્રણમી પ્રેમે પાય; બોલે બે કરજોડીને, સુરપ્રિય તેણે થાય. ૬ ધન્ય ધન્ય સ્વામી તુમે, જ્ઞાની ગુણભંડાર;
જાણી મુજ મન વાતડી, કહો તેહનો અધિકાર. ૭ ભાવાર્થ : મુનિવરને હણવા તૈયાર થયેલો સુરપ્રિય ધ્યાનમાં મગ્ન રહેલાં મુનિને જોઈને હવે કહેવા લાગ્યો કે, હે મુનિવર ! તું અહિં મૌનપણે શા માટે ઉભો છે ? વળી | મનથી ધ્યાન ધરવા દ્વારા એવું કયું તત્ત્વ ઈચ્છી રહ્યો છે ? (૧)
વળી હે મુનિવર ! જો તું તારા જ્ઞાનબલે મારા મનની વાત જાણે તો હું તને જ્ઞાની અને તે ગુણથી વિખ્યાત મુનિ છો એમ માનું? (૨)
અને જો હું જે પૂછું તેનો પ્રત્યુત્તર મને નહિ આપે તો હે મુનિ ! ધ્યાન રાખજે. આ ાિં દંડવડે તને મારીશ અને પ્રાણ લઈશ ! (૩)
સુરપ્રિયના ઉપર પ્રમાણેના કડવાં વચન સાંભળ્યા છતાં કરૂણાનિધાન મુનિવરે અવધિજ્ઞાનના ઉપયોગથી જોયું કે, આ અત્યારે પ્રતિબોધ પામશે, તેથી વાત્સલ્યની મૂર્તિ સમાન શાસન - શણગાર એવા અણગારે મધુરી (મીઠી) વાણીથી તે સુરપ્રિયને કહ્યું કે, (૪)