________________
Sછે . . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસS S S T IT IS
તાહરું અને તાહરાં પિતાનું આ ભવ અને પરભવનું જે ચરિત્ર હતું તે હું કહું છું, તો | હે સુરપ્રિય ! સ્નેહપૂર્વક તું સાંભળ ! (૫)
| મુનિવરના સાકર-દ્રાક્ષથી પણ મીઠાં વચન સાંભળીને આશ્ચર્યચકિત થયેલો સુરપ્રિય E પ્રેમપૂર્વક મુનિવરને ચરણકમલને વિષે પ્રણામ કરી, બે હાથ જોડી કહેવા લાગ્યો કે, (૬)
હે મુનિવર ! ધન્ય ધન્ય છે તમને ! તમે જ્ઞાની અને ગુણના નિધાન છો. મારા મનની | વાત તમે જાણી છે. તો હે મુનિવર હવે અમારો પૂર્વનો અધિકાર કહો ! (૭)
(હોજી પહેલું પેડું નામ - એ દેશી) હોજી મેલી મન વિખવાદ, સાધુ કહે સુણ તું હવે હો લાલ; હોજી વિંધ્યાચલને મૂલ, મહા અટવીમાં પૂર હો લાલ. ૧ હોજી મદઝરતો માતંગ, ચૂથાધિપ એક જાલમી હો લાલ; હોજી રહેતો તે વનખંડ, ન શકે તેને કોઈ આક્રમી હો લાલ. ૨ હોજી તેહજ વનમાં એક, કરિકુલ માન ઉતારણો હો લાલ; હોજી વાસ વસે મૃગરાજ, વારણ ઓઘ વિદારણો હો લાલ. ૩ હોજી ભમતાં વનમાં તેણે, દીઠો તે ગજ એકદા હો લાલ; હોજી ક્રોધે થઈ વિકરાલ, દેખીને ધસ્યો તદા હો લાલ. ૪ હોજી કુંભસ્થળે તતખેવ, અલવે પડ્યો તે ઉછલી હો લાલ; હોજી ગજ શિર ઉપર વેગ, જાણે કે પડી વીજળી હો લાલ. ૫ હોજી ગજને હણીને સિંહ, વનમાંહી વિચરે જિચ્ચે હો લાલ; હોજી કર્મયોગે તિણે ઠામ, અષ્ટાપદ દીઠો તિચ્ચે હો લાલ. ૬ હોજી ક્રોધ ધરી મનમાંહી, સિંહે જેમ ગજ મારિયો હો લાલ; હોઇ તે રીતે તતકાલ, શરભે સિંહ વિદારિયો હો લાલ. ૭ હોજી જે જિમ બાંધે કર્મ, તે રીતે તે ભોગવે હો લાલ; હોજી કર્મ ન છૂટે કોય, ષ દર્શન એહવું ચવે હો લાલ. ૮ હોજી પાપી પાપ પ્રમાણે, પાપના ફલ પામે ઈહાં હો લાલ; હોજી જિમ ગજમારક સિંહ, પાપનું ફલ પામ્યો તિહાં હો લાલ. ૯ હોજી કૃષ્ણ લેશ્યાનો યોગ, રૌદ્રધ્યાને તિહાંથી મરી હો લાલ; હોજી પહેલી નરકે સિંહ, પોહતો પોતાને પાપે કરી હો લાલ. ૧૦