________________
ETS
STS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) છે હોજી નારકી પણે ત્યાંહ, છેદન ભેદન તાડના હો લાલ; હોજી ભોગવે તે મહા દુઃખ, વળીય વિશેષે વેદના હો લાલ. ૧૧ હોજી જિહાં સુક તિલ તુષ માત્ર, ક્ષણ એક લગે નહિ કદા હો લાલ; હોજી દુઃખમાંહિ જિહાં દુઃખ, પરમાધામી કરે સદા હો લાલ. ૧૨ હોજી દુઃખિયા નારકી દીન, ક્ષણ માત્ર પામે નહિ હો લાલ; હોજી શાતાવેદની સોય, શાસે કહ્યું એવું સહિ હો લાલ. ૧૩ હોજી તિહાંથી સિંહનો જીવ, અનુક્રમે આયુ ભોગવી હો લાલ; હોજી સુંદરશેઠ તુજ તાત, ઈહાં ઉપનો તે ચવી હો લાલ. ૧૪ હોજી જે વળી ગજનો જીવ, ભવમાં ભમી તે ઉપનો હો લાલ; હોજી સુંદર શેઠનો પુત્ર, સુરપ્રિય નામે તું નીપનો હો લાલ. ૧૫ હોજી તુજ પ્રતિ મેં એહ, ભાખ્યું પૂરવનું ચરિય હો લાલ; હોજી આ ભવનો વિરતંત, હવે તું સુણ હરખે કરિય હો લાલ. ૧૬ હોજી જિમ જગ વડનું બીજ, વાવ્યું વાધે બહુ પરે હો લાલ; હોજી તિમ વાધે વૈરને પ્રીત, ભવમાં ભમતાં ભવાંતરે હો લાલ. ૧૦ હોજી પૂરવ વેર પ્રમાણ - તાતને તે માર્યો સહી હો લાલ; હોજી નાયો નેહ લગાર, દ્વેષે દોષ ગણ્યો નહિ હો લાલ. ૧૮ હોજી જે વળી એણે ઠામ, અર્થ તુમે દીઠો હતો હો લાલ; હોજી તે મેલી અન્ય હાય, તાતે તુજ ન કર્યો છતો હો લાલ. ૧૯ હોજી પૂરવે પણ તે દામ, કોઈક કાલે ઈહાં કણે હો લાલ; હોજી ગાયો ધરણીમાંહ, ધનલોભી પુરુષે કિણે હો લાલ. ૨૦ હોઇ તે ધનનો ધરનાર, કાલ કરી આય પૂરી હો લાલ; હોજી ઉપનો ઉગ્ર ભુજંગ, ધનલોભે ધન ઉપરી હો લાલ. ૨૧ હોજી સાપ મરીને સોય, લોભ તણે જોરે કરી હો લાલ; હોજી થયો જેતપુ આડ, ધન ઉપર મૂછ ધરી હો લાલ. ૨૨ હોજી મોહ તણે અધિકાર, તીવ્ર અજ્ઞાન બળે કરી હો લાલ; હોજી મહાલોભી નર જેહ, એકેંદ્રિય થાયે મરી હો લાલ. ૨૩ T TT ૩૯૪
)