________________
E
૩
ST .. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સુંદર, અંતરગત આલોચીને, મહાવ્રત લિયે મદમોહી હો; સુંદર, પ્રતિ ઉપકાર કર્યો તુમે, કહે જિનને કરડી હો. સુ.મો. ૨૯ સુંદર, વિધાધર દેવ વંદી વળ્યા, કેવલી કીધ વિહાર હો; સુંદર, ઉગ્રતપસ્વી તે થયો, મૃગાંક નામે અણગાર હો. સે.મો. ૩૦ સુંદર, અનુક્રમે અણસણ લઈને, આણી કર્મનો અંત હો; સુંદર, પંચમગતિ પામ્યો સહી, ત્રિવિધે નમું તે સંત હો. સે.મો. ૩૧ સુંદર, ભવિઅણને પ્રતિબોધીને, પાલીને પરમાય હો; સુંદર, મદનાવલી તે સાધવી, પામી પંચમ થાય હો. સે.મો. ૩૨ સુંદર, વિજયચંદ્ર કેવલી કહો, ગંધપૂજા દ્રષ્ટાંત હો; સુંદર, હરિચંદ્ર હરખે સુણ્યો, કરવા કર્મનો અંત હો. સે.મો૦ ૩૩ સુંદર, ભવિયણ ભાવે સાંભળો, ઉદયરતન કહે એમ હો; સુંદર, સખરી ઢાળ એ સોળમી, પૂરણ થઈ પ્રેમ હો. સે.મો. ૩૪
“મદનાવલીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ભાવાર્થ શુક-યુગલ રૂપે આવી મદનાવલીને પ્રતિબોધી તે દેવ દેવલોકે ગયો અને ત્યાંથી ચ્યવી વૈતાઢયમાં વિદ્યાધર રાજાનો મૃગાંક નામે અનુપમ રૂપ લાવણ્ય ગુણકલાથી ભરપૂર પુત્ર થયો. (૧) - આઠકર્મમાં સૌથી મોટું મોહનીય કર્મ છે. જેની સિત્તેર કોડાકોડી પ્રમાણની સ્થિતિ છે. તે મોહનીયકર્મ જિનેશ્વર વિના કોઈનાથીય જીતી શકાતું નથી. (૨)
મૃગાંકકુમાર અનુક્રમે યૌવનવય પામ્યો અને એક દિવસ રાજપરિવાર લઈ “રત્નાવલીને એ પરણવા ચાલ્યો. (૩)
દિવ્યવિમાનમાં બેસી આભૂષણોથી અંગને સુશોભિત કરી ચાલ્યા. ચાલતાં ચાલતાં એક ઉદ્યાનમાં જાન લઈને આવ્યો. (૪) ના તે સમયે મદનાવલી મહાસતિ વિચરતા સાધ્વી પરિવારથી પરિવરેલા તે વનમાં આવ્યાં | અને કાયોત્સર્ગ કરવા લાગ્યાં. (૫)
તે સમયે તે મહાસતિ દેવ - મનુષ્ય અને તિર્યંચનાં અનુકૂલ તથા પ્રતિકૂલ ઉપસર્ગ સૌમ્યભાવે સહન કરતાં હતાં. (૬)
તે સમયે વિદ્યાધર પુત્ર મૃગાંકકુમાર મદનાવલીના શરીરની શોભા દેખી તેના પર ની પૂર્વભવના પ્રેમવશ મોહિત થયો. (૭)