________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સુંદર જિમ જિમ મદન સંયોગથી, પ્રકાશે ગુણપ્રેમ હો; સુંદર, તિમ તિમ શુભ ધ્યાને ચઢી, જલધિ વેલા જેમ હો. સું.મો૦ ૧૬ સુંદર, કામી તે અજ્જાને કરે, ઉપસર્ગ અનુકૂલ હો; સુંદર, કર્મ અહિયાસે આપણાં, એ રૂપ અનરથ મૂલ હો. સું.મો૦ ૧૭ સુંદર ધિક્ ધિક્ મુજ તનુકાંતિને, ધિક્ ધિક્ વિષય વિકાર હો; સુંદર, જીવ ભમે જગમાં સહી, એહ તણે અધિકાર હો. સું.મો ૧૮ સુંદર, શુકલધ્યાને તે મહાસતિ, પામ્યા પંચમ જ્ઞાન હો; સુંદર, કેવલ મહિમા સૂર કરે, મૂકી મન અભિમાન હો. સું.મો૦-૧૯ સુંદર દેવદુંદુભી ગડગડે, આકાશે અભિરામ હો; સુંદર, કનક કમલે બેસારીને, સુણે દેશના શુભકામ હો. સું.મો૦ ૨૦ સુંદર, મૃગાંક મન સાતે તિહાં, અચરિજ પામ્યો અત્યંત હો; સુંદર, મુખકમલે મોહી રહ્યો, પેખે પ્રેમ સંભ્રાંત હો. સું.મો૦ ૨૧ સુંદર, કેવલી કહે ઉપદેશમાં, પૂરવભવ વિરતંત હો; સુંદર, જયસૂર નામે તું હતો, શુભમતિનો કંત હો. સું.મો૦ ૨૨ સુંદર, દેવ થયો બીજે ભવે, તિહાંથી ચવીને તેહ હો; સુંદર, ઈહાં આવી તું ઉપનો, મૃગાંક સુણ ગુણગેહ હો. સું.મો૦ ૨૩ સુંદર, શુભમતિ જયસૂરની, રાણી રૂપનિધાન હો; સુંદર, સુરલોકથી ચ્યવી ઉપની, હું મદનાવલી અભિધાન હો. સુ.મો૦ ૨૪ સુંદર, તેં પ્રતિબોધ દીધો મને, દુ:ખિણી વનમાં દેખી હો; સુંદર, પૂરવ વાત સવે કહી, સમજાવી સુવિશેષ હો. સું.મો૦ ૨૫ સુંદર, અહો અહો અજિત અતુલબલી, પૂરવ પ્રેમ પંડુર હો; સુંદર, સુરનર કોઈ થંભે નહિ, પ્રેમ નદીને પૂર હો. સું.મો૦ ૨૬ સુંદર, ભવમાં જીવ ભમે સહી, પ્રેર્યાં પ્રેમનો બંધ હો; સુંદર, જાતિસ્મરણ પામ્યો તદા, મૃગાંક સુણી સંબંધ હો. સું.મો૦ ૨૭ સુંદર, પૂરવ ભવ પેખી કહે, ધિક્ ધિક્ કર્મવિપાક હો; સુંદર, પરમ સંવેગ પામ્યો સહી, ઘટી ગયું મોહની છાક હો. સું.મો૦ ૨૮
:
૯૩