SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 3 STD | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SAT સુંદર, યૌવન વય પામ્યો જદા, તેહ મૃગાંક કુમાર હો; સુંદર, રતનાવલીને પરણવા, ચાલ્યો લેઈ પરિવાર હો. સે.મો૩ સુંદર, દિવ્યવિમાનમાં બેસીને, ભૂષણ ભૂષિત અંગ હો; સુંદર, આવ્યો એક ઉધાનમાં, જાન લેઈ મન રંગ હો. સે.મો. ૪ સુંદર, તિણે સમયે તે મહાસતિ, વિચરતા વનમાંહિ હો; સુંદર, સાધ્વીના સમુદાયશું, કાઉસગ્ગ કીધો ત્યાંહિ હો. સે.મો. ૫ સુંદર, દેવ મનુષ્ય તિર્યંચના, અનુલોમ, પ્રતિલોમ હો; સુંદર, ઉપસર્ગ જે જે ઉપજે, સહે લેઈ ગુણ સૌમ્ય હો. સે.મો. ૬ સુંદર, ખેચર દેખી ક્ષામોદરી, મદનાવલી તન સોહ હો; સુંદર, પૂરવને પ્રેમે કરી, મૃગાંક પામ્યો મોહ હો. સે.મો. ૭ સુંદર, અહો અહો લાવણ્ય એહનું, અવયવ દાટ અનૂપહો; સુંદર, અમરી કે અપછરા, અહો અહો એહનું રૂપ હો. સે.મો. ૮ સુંદર અહો મુખમુદ્રા એહની, ઉગ્ર તપસ્યા વંત હો; સુંદર, આભૂષણ વિણ એનું, ઝલહલ તનુ ઝલકંત હો. સે.મો. ૯ સુંદર, વિધાધર વિહવળ થયો, બોલે બોલ સરાગ હો; સુંદર, તપ કરી શું ચાહો તુમે, ભોગ તથા સૌભાગ્ય હો. સે.મો. ૧૦ સુંદર, કામિની જે ઈરછા કરો, તો વિલસો મુજ સંગ હો; સુંદર, મંદિર આવો માહરે, થાણું હું અરધાંગ હો. સે.મો. ૧૧ સુંદર, હું વિધાધર નંદનો, મૃગાંક માહરું નામ હો; સુંદર, રત્નાવલી વરવા જતાં, તુમ દીઠાં ઈણ ઠામ હોસે.મો. ૧૨ સુંદર, આવો બેસો વિમાનમાં, તુમશે લાગ્યો નેહ હો; સુંદર, રત્નાવલી રમણી હવે, ત્રિવિધે તજી મેં તેહ હો. સે.મો. ૧૩ સુંદર, જિહાં મન માને જેહનું, તેહને તેહ સુહાય હો; સુંદર, દિવ્ય સ્વરૂપી દેખીને, દુજી નાવે દાય હો. સુ.મો૦ ૧૪ સુંદર, સરાગ વચને મહાસતિ, સાહસ ગુણ ભંડાર હો; સુંદર, મેરૂચૂલા તણી પરે, ન ચલે તે નિરધાર હો. સે.મો. ૧૫
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy