________________
STD 1
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . . . . . 3 63 તે વિદ્યાધર રાજાએ ‘દિનકર' ની જેમ દીપતો, ગગન મંડલને વિષે ઉદ્યોત કરતો અને Eસી જાણે વિદ્યુતની જ્યોતને જીતતો ન હોય તેવો તે જયસુંદરીનાં તેજસ્વી બાલકને જોયો. (૧૫) | તે સૂરરાજાએ પોતાની વિદ્યાના બલે તે બાળકને પોતે ગ્રહણ કર્યો અને મરેલા એક બાલકને ત્યાં મૂકી દીધો. પણ વિદ્યાના પ્રભાવે કોઈને આ વાતની જાણ થઈ નહિ. (૧૬)
હવે તે સૂરરાજા પોતાને સ્થાને પહોંચ્યો અને ત્યાં પોતાની પ્રિયતમાને સૂતેલી દેખી Sી અને જંઘા પર બાલકને મૂકી કહેવા લાગ્યો કે, હે કૃશોદરી ! તું જલ્દીથી ઉઠ. આ જો બાલક તારા ભાગ્યથી આવ્યો છે. (૧૭)
ત્યારે તે સુંદરી પણ પોતાના સ્વામી એવા સૂરરાજાને કહેવા લાગી કે, તે સ્વામી ! આ મારી હાંસી શા માટે કરો છો? મારો દૈવ ! મારું ભાગ્ય એમ પાધરું નથી તો હે રાજન્ ! કહો જેણે વાંઝણીનું બિરૂદ ધારણ કર્યું છે તેને પુત્ર કેવી રીતે જન્મે ? (૧૮)
ત્યારે સૂરરાજા કહેવા લાગ્યો કે, હે સુંદરી ! જો મારાં વચન પર તને વિશ્વાસ ન હોય | તો આંખ ઉઘાડીને આ સોહામણાં ‘પુત્રરત્ન'ને તું જો. (૧૯)
પોતાના સ્વામીના વચન સાંભળી સુંદરીએ પોતાની આંખે તે બાલકને જોયો ત્યારે | સૂરરાજા કહેવા લાગ્યો કે, હે સુંદરી ! જો દૈવે આપણને પુત્ર નથી આપ્યો તો પણ આ પુત્ર
આપણો પોતાનો છે એમ જાણીને હવે તેનું પાલન કર. (૨૦) : - હવે તે બાળકને પોતાનો જ પુત્ર છે એમ માની તે બાળકને પોતાના દીકરાની ઉપમા
આપીને પ્રેમપૂર્વક પાળે છે. અનુક્રમે બીજનો ચંદ્રમા જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામે તેમ તે | બાલક પણ વૃદ્ધિ પામવા લાગ્યો. (૨૧)
હવે આ તરફ રતિસુંદરી રાણી તે મૃતબાલકને આગળ કરી ભગવતીને મસ્તક નમાવી કહેવા લાગી કે, હે દેવી ! સાંભળો. જે મેં ભોગ ધરાવવાનો કહ્યો હતો તે આ ભોગ માનજો. સ્વીકારજો. (૨૨)
એ પ્રમાણે કહીને રંગમંડપની બહાર ઉલટભેર જોરથી તે બાલકને જમીન પર પછાડ્યો છે અને મનરંગે બલિદાન આપી રાણી પોતાના મંદિરે ગઈ. (૨૩)
જયસુંદરી રાણી ઉપર પ્રમાણેની વાત સાંભળી જોરથી વિલાપ કરવા લાગી. પુત્રનો વિયોગ થવાથી હવે રડતી એવી તે દુઃખે દહાડા પસાર કરે છે. (૨૪)
એ પ્રમાણે તેત્રીસમી ઢાળમાં ઉદયરત્નવિજયજી મહારાજ ફરમાવે છે કે, હે શ્રોતાજનો! | | કર્મના ભોગ તો જુવો. જે કર્મ જીવ બાંધે છે તે જીવ ક્યારેય તેના વિપાકથી છૂટી શકતો ? કરી નથી. પણ કર્મથી સર્જાયેલા સુખ-દુઃખને સહુ કોઈએ ભોગવવા પડે છે માટે કર્મ બાંધતા
પહેલા ખૂબ જ વિચાર કરજો. (૨૫).