________________
SS SSA
EAST IS STATISTS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ ચોત્રીસમી
| દોહા // ગગનચરે મન મેલશે, તે બાલકનું નામ; મકરધ્વજ સમ દેખીને, મદનકુમાર ધર્યું કામ. ૧ વિધાધરના વંશની, શીખ્યો વિધા સોય; અનુક્રમે ચોવન આવિયો, જન મોહે મુખ જોય. ૨ સકલ કલાધર સાહસી, જે જાણે ગતિ ગૂઢ; ગગનાંતર અવગાહતો, થઈ વિમાનારૂઢ. ૩ અંબર પંથે અન્યદા, જાતાં મનને જોખ; જયસુંદરી નિજ માતને, બેઠી દીઠી ગોખ. ૪ ધિમ્ ધિમ્ મોહની કમને, મોહે મદનકુમાર;
ચિતથી ચૂક્યો તે સમે, દેખી માત દેદાર. ૪ ભાવાર્થ : હવે કંચનપુરના રાજવી સૂર વિદ્યાધરે મનના ઉત્સાહ સાથે તે બાળકને મકરધ્વજ સમાન દેખીને “મદનકુમાર’ એ પ્રમાણે નામ રાખ્યું. (૧)
અને તે મદનકુમાર વિદ્યાધરના વંશની સઘલી વિદ્યા શીખ્યો. અનુક્રમે યૌવનવય પામ્યો અને તેનાં મુખને જોતાં સર્વ લોકો મોહિત થાય છે. (૨)
તે મદનકુમાર સર્વકલાનો જાણકાર, સાહસી અને ગૂઢગતિને જાણનારો હવે વિમાનને વિષે આરૂઢ થઈ, ગગનાંતરને વિષે વિચરવા લાગ્યો. (૩)
હવે કોઈ એક વખત મનના ઉલ્લાસપૂર્વક અંબરપંથે મદનકુમાર જઈ રહ્યો હતો. ત્યારે પોતાની માતા જયસુંદરીને ગોખે બેઠેલી દેખી. (૪)
તે માતાના મુખારવિંદને જોઈને મદનકુમાર મોહે મોહિત થયો અને ચિત્તથી ચૂકવા ની લાગ્યો. જ્ઞાની કહે છે આવા મોહનીયકર્મને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! (૫)
(રાગ મલ્હાર ઃ ભમતાં એક સંસારમાં - એ દેશી) કર્મતણી ગતિ સાંભળો, કઠુઆ કર્મ વિપાકો રે; કામ કલંક દિયે બહુ, માઠી મોહની છાકો રે. કર્મ૧
w-
૩