SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ગોખે બેઠી ગજગામીની, શોકવતી તે કાલે રે; સુતને વિરહે ઝુરતી, આંખે આંસુ ઢાલે રે. કર્મ૦ ૨ મુખડુ દેખી મોહી રહ્યો, પૂરવ પ્રેમે પ્રેર્યાં રે; કુમર વિચારે ચિત્તમાં, મોહનીયે મન ઘેર્યો રે. કર્મ૦ ૩ મંદિર આવે માહરે, તો સહી હું વડભાગી રે; ઈમ ચિંતીને અપહરી, સૂરત શું રઢ લાગી રે. કર્મ૦ ૪ કુમર દેખી હરખના, આંખે આંસુ ઢાળ્યાં રે; આનન નિરખે ફરી ફરી, નયણ ન રહે ઝાલ્યાં રે. કર્મ ૫ નભ જાતાં નૃપ દેખીને, ઉંચ સ્વરે કહે સોય રે; વનિતા હરી વિધાધરે, રાખો રાખો કોઈ રે. કર્મ૦ ૬ સુભટ લેઈને ભૂધણી, વેગે વહારે ધાયો રે; પણ પદચારી શું કરે, પંખી ન જાયે સાહયો રે, કર્મ૦ ૭ ખેચર અંબરે ઉતપત્યો, તેહશું કહો કુણ ભડે રે; તરૂ શિખર ફળ દેખીને, પગહીણો કિમ ચડે રે. કર્મ૦ ૮ મહીપતિ મંદિર આવીને, ચિંતે ચિત્તમાં એમો રે; દુઃખમાંહિ દુઃખ ઉપનું, મરતાં મારે જેમો રે. કર્મ૦ ૯ પહેલે પુત્ર મરણ થયું, ઉપર અબલા વિયોગ રે; ક્ષતે ખાર લાગ્યો સહી, જો જો કર્મના ભોગ રે. કર્મ૦ ૧૦ સૂડીને ભવે જે સૂતા, સા દેવી નિજ અવધે રે; દેખે ભ્રાતાએ અપહરી, માતા ધરણી બુદ્ધે રે. કર્મ૰ ૧૧ નિજ નગરીને પરિસરે, અંબ તળે સરપાળે રે; મદનકુમાર નિજ માતશું, બેઠો છે તેણે કાળે રે. કર્મ૦ ૧૨ વાનર યુગલ રૂપે તદા, સા દેવી તિહાં આવી રે; અંબને ડાળે બેસીને, વાનરે નિજ સ્ત્રી બોલાવી રે. કર્મ૦ ૧૩ કામિક તીરથ એ સહી, એ જલકુંડે જે ન્હાય રે; તિર્યંચ મનુષ્યપણું લહે, માનવ દેવતા થાય રે. કર્મ૦ ૧૪ ૧૯૪
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy