SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ STS STS STS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભદ્રે દેખ એ દંપતી !, દિવ્ય સ્વરૂપી હોય રે; એ બેને મનમાં ધરી, જલમાં પડિયે સોચ રે. કર્મ. ૧૫ તો થઈએ આપણ સહી, એ સરીખા અભિરામો રે; વળતું વાનરી ઈમ કહે, કુણ લે એહનું નામો રે. કર્મ. ૧૬ કામ તણી બુદ્ધે કરી, જનનીને હરી જેણે રે; ધિમ્ ધિગ એહના રૂપને, શું મોહ્યા તુમે તેણે રે. કર્મ. ૧૭ વાનરી વચને તે તદા, ચિત્તમાં ચિંતે દોય રે; માતા એ કિમ માહરી, અંગજ એ કિમ હોય રે. કર્મ ૧૮ સ્નેહે હરી પણ એ મુને, જનની ભાવ જણાવે રે; સા પણ ચિંતે સુત પરે, જોતાં નેટ જગાવે રે. કર્મ૧૯ પૂછે સંશય પામીને, કપિની વધૂને કુમારો રે; ભદ્રે શું સાચો સહી, જે તમે કહો વિચારો રે. કર્મ૨૦ સા કહે સાચું માનજો, જો આવે સંદેહો રે; તો એ વનના કુંજમાં, મુનિવર છે ગુણગેહો રે. કર્મ ૨૧ પૂછ તું જઈને તેહને, ઈમ કહીને ગુણગેલ રે; સહસા અલોપ થઈ તાદા, વાનર-વાનરી બેલી રે. કર્મ. ૨૨ ખેચર સંદેહ ટાળવા, સાધુને જઈ પૂછે રે; સંશય ઘાલ્યો વાનરી, તેહનું કારણ શું છે રે. કર્મ ૨૩ મુનિ કહે સાચુ તે સહી, અલિક નહિ અવદાત રે; હું તો ધ્યાન ધરી રહ્યો, સાંભળ કહું એક વાત રે. કર્મ. ૨૪ હેમપુરે છે કેવલી, સુર-નર સેવે જેહને રે; સંશય હરશે તે સહી, પૂછ તું જઈને તેને રે. કર્મ૨૫ વંદીને મંદિર વળ્યો, માતને લઈને સોચ રે; હૈયામાં હરખિત થયાં, માત-પિતા મુખ જોઈ રે. કર્મ૨૬ આપે નીચે ઉતરી, વિમાન ઠવ્યો એકાંત રે; એ કહી ઢાળ ચોત્રીસમી, ઉદયરત્ન મનખંત રે. કર્મ. ૨૭
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy