________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ભાવાર્થ : ૨ કર્મ ! તારી ગતિ ન્યારી છે. તું રાયને રંક બનાવે છે. રંકને રાય બનાવે છે. તું દુ:ખીને સુખી બનાવે છે. સુખીને દુઃખી બનાવે છે. તું રાગીને ત્યાગી તો ત્યાગીને રાગી બનાવે છે. વળી કર્મે બંધાણા જીવને તું દરેક ભવમાં કયા કયા સંબંધે ને ક્યાં તું ભેગા પણ કરાવે છે અને જુદા પણ કરાવે છે. આ ભવના પતિ-પત્નિ બીજા ભવમાં મા-દીકરો પણ બને છે. આ ભવનાં મા-દીકરાં બીજા ભવમાં પતિ-પત્નિ પણ બને છે અને ક્યાંક દોસ્ત તરીકે, ક્યાંક ભાઈઓ તરીકે, તો ક્યાંક ભાઈ-બહેન તરીકે ભેગા થાય છે. વળી તું ક્યાંક પુત્રનું અપહરણ કરાવી ‘મા’ થી પુત્રને વિખુટો પડાવે છે, તો ક્યાંક ‘મા’નું અપહરણ કરાવે છે. તો ‘મા’ વિનાનો પુત્ર થાય છે. તો તે જ પુત્ર માતાને પત્નિ બનાવવાના ઈરાદે ઉઠાવી જાય છે. રે કર્મ ! તને શું ઓલંભા આપું ! તું તારા ફંદે ફસાયેલાને ભવચક્રમાં નાનાવિધ નાચ નચાવે છે. ખરેખર કર્મના વિપાકો કડવાં છે. કર્મ બાંધતા જીવ પાછું વાળીને જોતો નથી. પણ તેનાં કડવાં વિપાકો ભોગવવાના આવે ત્યારે રડવા છતાં પણ તે કર્મથી છૂટો થઈ શકતો નથી.
હે શ્રોતાજનો ! કર્મની ગતિ સાંભળો. કર્મના વિપાકો કડવાં છે. કામ ઘણાં કલંકો આપે છે અને મોહનીયકર્મની છાકો પણ માઠી છે - નઠારી છે. (૧)
જુવો કર્મ મદનકુમારને કેવો ભૂલાવે છે. જયસુંદરી શોકવતી થયેલી તે કાલે પુત્રના વિરહે ઝૂરતી, આંખે આંસુ ઢાળતી ગજગામિની એવી તે ગોખે બેઠેલી છે. (૨)
મદનકુમાર જયસુંદરીનું મુખડું જોઈને મોહી રહ્યો છે. પૂર્વના પ્રેમથી પ્રેરાયેલો તે કુમાર મનમાં વિચારે છે. મોહનીયકર્મે મારા મનને ઘેરી લીધું છે. (૩)
વળી મદનકુમાર વિચારવા લાગ્યો કે, જો આ સુંદરી માહરે મંદિરે આવે તો હું વડભાગી છું. કુમારને તેની સૂરત જોઈને તેના પ્રત્યે રઢ લાગી અને કુમારે તે સુંદરીનું અપહરણ કરી લીધું. (૪)
હવે તે અપહરણ કરાયેલી સુંદરી કુમારને દેખે છે અને તેની આંખે હર્ષના આંસુ આવે છે. વારંવાર કુમારનું મુખ જોવે છે અને આંખ તો તેની ઝાલી રહેતી નથી. મતલબ આંસુથી છલકાયા કરે છે. (૫)
હવે મદનકુમા૨ને જયસુંદરીને ગગનમાર્ગે લઈ જતો જોઈને રાજા ઊંચે સ્વરે બોલવા લાગ્યો કે, વિદ્યાધર મારી રાણીને અપહરણ કરીને લઈ જાય છે. કોઈ પકડો ! તેને પકડીને લાવો ! (૬)
એમ બૂમ પાડીને રાજા સુભટ પરિવારને લઈને જલ્દીથી તેની પાછળ દોડ્યો, પરંતુ પદચા૨ી એવા લોકો શું કરી શકે ? પંખી જેમ પગે ચાલનારાથી પકડાય નહિ તેમ તે કુમાર પણ પકડી શકાય નહિ. (૭)
૧૯૬૧