________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
અને ન૨ક સંબંધી વેદના ભોગવીને ન૨કાયુ પૂર્ણ કરી તે સિંહનો જીવ નરકથી ચ્યવી અહિં સુંદ૨શેઠ નામે તારા પિતા તરીકે જન્મ્યાં. (૧૪)
હવે જે હાથીનો જીવ હતો તે ભવચક્રમાં ભમતો ઘણાં ભવો કરી અહિં સુંદરશેઠના પુત્ર તરીકે તું સુરપ્રિય નામે જન્મ પામ્યો છે. (૧૫)
વળી મુનિવરે સુરપ્રિયને કહ્યું કે અહિં સુધીનું મેં તારા પૂર્વભવનું ચરિત્ર કહી સંભળાવ્યું અને હવે આ ભવનો વૃત્તાંત કહું છું તે હર્ષિત થઈને સાંભળ. (૧૬)
જેમ જગતમાં વડનું બીજ વાવ્યું હોય તો તે દિન-પ્રતિદિન અત્યંત વૃદ્ધિ પામે છે. તેમ જગતમાં એકબીજા સાથે થયેલ વૈર અને સ્નેહ ભવમાં ભમતાં જન્માંત૨માં વૃદ્ધિ પામે છે. અનેક ભવ સુધી જો વૈર થયું હોય તો વૈરની પરંપરા ચાલે અને જો સ્નેહ સંબંધ થયો હોય તો સ્નેહ પણ સાથે ભવાંતરમાં ચાલે છે. (૧૭)
એ જ પ્રમાણે પૂર્વભવના વૈરથી તેં આ ભવમાં તારા પિતાને માર્યો અને જરા પણ દયા ન કરી અને દ્વેષ કરવાથી ઘણો દોષ (પાપ) વધશે એનો પણ તેં વિચાર કર્યો નથી. (૧૮) વળી આ જગ્યાએ જે તમે ધન જોયું હતું તે ધન તારા પિતાએ ગુપ્તપણે અન્ય બીજી જગ્યાએ મૂકી દીધું હતું. તેં પૂછવા છતાં પણ તારા પિતાએ તને જણાવ્યું ન હતું. (૧૯)
આ જગ્યાએ કેટલાક કાળ પહેલાં ધનલોભી કોઈ પુરુષે પહેલેથી આ ધરતીમાં પોતાનું ધન કોઈ ગ્રહણ ન કરે તે બુદ્ધિથી દાટ્યું હતું. (૨૦)
અને ધનલોભી એવો તે પુરુષ ધન દાટીને અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો. પણ ધનની મૂર્છા ઓછી ન થઈ હોવાથી તે જ ધનની ઉ૫૨ અત્યંત ક્રોધી સર્પપણે ઉત્પન્ન થયો. (૨૧)
અને સર્પપણાનું આયુષ્ય પૂર્ણ કરી લોભના કારણે તે ધનની આસક્તિથી તે જ ધન ઉપર શ્વેતપુંઆડ તરીકે ઉત્પન્ન થયો. (૨૨)
જે જીવ અત્યંત લોભી હોય છે તે જીવ અત્યંત અજ્ઞાનતાના કારણે મોહાધીનપણે મ૨ીને એકેંદ્રિયપણે જન્મ પામે છે. (૨૩)
તે જ રીતે ધનનો દાટનાર તે માનવ ધનના લોભથી પ્રાપ્ત કરેલ પંચેન્દ્રિયપણું હારી ગયો અને લોભથી લપટાયેલો તે જીવ એકેન્દ્રિયપણું પામ્યો. આ રીતે લોભી ન૨ પંચેન્દ્રિયપણું છોડીને એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. (૨૪)
એ જ રીતે ધનની લાલસાથી તારો પિતા મૃત્યુ પામીને કેટલાક દિવસ ગયે છતે અહિં આ જગ્યાએ ધનની ઉ૫૨ ગોહોરગ થયો. (૨૫)
૩૯૭