________________
EAS A SAS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
3 હે સુરપ્રિય ! તે ગોહોરગને પણ તેં આજે માર્યો અને આ રત્નમાલા ગ્રહણ કરી છે, ખરેખર અર્થ (ધન) અનર્થનું કારણ બને છે અને તેનાં કારણે બુદ્ધિશાળી મનુષ્યોની પણ બુદ્ધિ શામળી (કાળી મેષ) જેવી થઈ જાય છે. (૨૬)
એ પ્રમાણે છે સુરપ્રિય ! પહેલેથી માંડીને ટૂંકમાં મેં તારો અને તારા પિતાનો વૃતાન્ત કી કહી સંભળાવ્યો. તે સાંભળીને તે સુરપ્રિય ! હવે મનથી, વચનથી કે કાયાથી કોઈની પણ દર છે. સાથે વૈર ઉભું કરીશ નહિ. (૨૭) Mી એ પ્રમાણે ઈક્કોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહી રહ્યા છે કે, તે
શ્રોતાજનો ! લોભ કરીને માયાજાળમાં ફસાતા નહિ. લોભ તે પાપની જન્મભૂમિ છે તેનો સત્વરે ત્યાગ કરી આત્મશ્રેયને સાધો. (૨૮)
ઈતિ ૭૧મી ઢાળ સંપૂર્ણ.