________________
SS S SS S SS S S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
ઢાળ બોંતેરમી
| દોહા ! ઈમ અણગારના મુખ થકી, સુરપ્રિય સુણી વૃત્તાંત; જાતિસ્મરણ પામ્યો સહી, ભાંગી સઘળી બ્રાંત. ૧ સહસા સુરપ્રિય તેણે સમે, પામ્યો મન વૈરાગ્ય; સાધુ પ્રત્યે શિર નામીને, ખમાવે મહાભાગ. ૨ મહેર કરી મુનિરાજજી, ખમજો મુજ અપરાધ; દુષ્કૃત્યનો દરિયો સહી, હું છું ઊંડો અગાધ. ૩ પાપીમાંથી હું ઘેરે, અવગુણનો ભંડાર; ધનલોભે એહજ ભાવે, તાત હયો બે વાર. ૪ ધન્ય નર તે જાણો ધરા, કીધે અરથ વિનાશ; માત-પિતા બાંધવ પ્રત્યે, જે નવિ કાચ ઉદાસ. ૫ ધરણીમાં ધન્ય તેહને, કુલમંડન નર તેહ;
માત-પિતા ગુરુ બંધુની, આશા પૂરે જેહ. ૬ ભાવાર્થ એ પ્રમાણે મુનિવરના મુખથી સુરપ્રિયે પોતાનો વૃત્તાંત સાંભળ્યો અને તે ની સાંભળીને સુરપ્રિય જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને સઘળી મનની શંકા ભાંગી ગઈ. (૧)
અને તે સમયે સુરપ્રિય સહસા (એકદમ) મનથી વૈરાગ્ય પામ્યો અને મુનિવરને મસ્તક નમાવીને તે મહાભાગ્યવાન એવો સુરપ્રિય ક્ષમા માંગવા લાગ્યો. (૨) મી. અને કહેવા લાગ્યો કે હે મુનિવર ! મારા પર કૃપા કરીને મારા અપરાધની મને ક્ષમા આપો. હું દુષ્કર્મનો ઊંડો અગાધ દરિયો છું. (૩)
વળી પોતાનાં દુષ્કૃતની નિંદા કરતો સુરપ્રિય કહેવા લાગ્યો કે, હે મુનિવર ! હું છે પાપીઓમાં મહાપાપી એવો અગ્રેસર છું. હું અવગુણનો ભંડાર છું. પૈસાના લોભથી એક જ ભવમાં મેં મારા પિતાને બે વાર માર્યા. (૪)
પૃથ્વીને વિષે તે નર ધન્યતાને પાત્ર છે કે જે ધનનો નાશ કરે છે છતાં માતા-પિતા કે | ભાઈ પ્રત્યે ઉદાસ થતાં નથી અર્થાત્ દ્વેષને ધારણ કરતાં નથી. (૫)
વળી પૃથ્વીને વિષે તે મનુષ્ય ધન્ય છે કે જે કુલના શણગાર રૂપ છે. કુલમાં દીપક સમાન જ છે. જે માતા-પિતાની તેમજ વડીલ ભાઈઓની, વડીલજનોની આશા પૂર્ણ કરે છે. (૬)