SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ S 3 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (સત્તરમું પાપનું ઠામ પરિહરજો ગુણધામ - એ દેશી) મનમાંથી મચ્છર છોડી, વૃષ્ણાનું બંધન તોડી; મુનિવર પ્રત્યે મદ મોડી, સુરપ્રિય કહે કરજોડી. હો; સ્વામી અરજ સુણો એક માહરી, તુમચી જાઉં બલિહારી હો! સ્વામી. ૧ પ્રભુજી હું મોટો પાપી, ધનલોભે તૃષ્ણા વ્યાપી; તેણે તુમને સંતાપી, મેં સુખની વેલ તે કાપી. હો. સ્વામી. ૨ વૃષ્ણા તરવાર તે ઓપી, લોભે મરજાદા લોપી; નિજ તાત હણ્યો મેં કોપી, દુઃખ ફળની વેલી આરોપી. હો. સ્વામી. ૩ હવે તે પાતકને હરવા, હત્યાને અલગી કરવા; ભવની ભાવઠ પરિહરવા, નિજ આતમને ઉદ્ધરવા. હો. સ્વામી. ૪ પ્રણમી નિશ્ચે તુમ પાયા, પાવકે પરજાણું કાયા; મનમાંથી છાંડી માયા, છુટું જિમ દુરિતની છાયા. હો. સ્વામી. ૫ ઈમ સાંભળી મુનિવર બોલે, રૂડાં વચણ અમીરસ તોલે; તે સુણતાં સુરનર ડોલે, પાપી પણ મનડું ખોલે. હો. સ્વામી. ૬ સાધુ પ્રતિબોધે ઉપદેશે, સુરપ્રિયને સુવિશેષ; સાંભળ તું સુરપ્રિય વાણી, રૂધિરે સાડી રંગાણી. ધોતાં રૂધિરે બળ આણી, ઉજ્વળ થઈ કિહાં જાણી; હો. સ્વામી. ૭ તિમ પાપે પાપ ન જાયે, આતમ હત્યા ઉપાયે; વળી અધિક કર્મ બંધાયે, ઈમ ભાખ્યું આગમ માંય. હો. સ્વામી. ૮ કિમ પશ્ચિમ ઉગે ભાણ, કિમ મેરૂ તજે અહિઠાણ; કિમ કમલ ફૂલે પાષાણે, તિમ ધર્મ નહિ આતમ હાણે. હો. સ્વામી. ૯ ઈમ જાણીને ભજી શુદ્ધિ, બળવાની તજ તું બુદ્ધિ; આદર સહી મન અવિરૂદ્ધ, સમકિત પરિણામે શુદ્ધ.હો. સ્વામી. ૧૦ દુલહો માનવ જનમાર, વળી આરજ કુલ અવતાર; ભવમાંહી ભમતાં અપાર, ન લહે જીવ વારંવાર.હો. સ્વામી. ૧૧ દુલહો જીવિતનો જગ, દુલહો વળી દેહ નીરોગ; દુલહો સદ્ગુરુ સંજોગ, જેણે સુખ લહિયે પરલોગ.હો. સ્વામી. ૧૨
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy